અમદાવાદ: શેલા ગામની બહુમાળીય ઈમારતમાં ભયંકર આગ લાગી, ફાયરની 12 ગાડી ઘટનાસ્થળે પહોંચી

Ahmedabad Fire Broke Out: અમદાવાદના શેલા વિસ્તારમાં આજે વહેલી સવારે એક બિલ્ડિંગમાં ભયાનક આગની ઘટના સામે આવ્યા છે. જ્યાં ક્લબ ઓ સેવન રોડ પર આવેલી સ્કાયસિટી રિવેરા ઈલાઇટ બિલ્ડિંગના ત્રીજા માળે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
આખી બિલ્ડિંગમાં ધુમાડાના ગોટા જોવા મળ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, બિલ્ડિંગના સી-બ્લોકમાં ત્રીજા માળે આવેલા એક ફ્લેટમાં આગ લાગી હતી. આગ એટલી પ્રચંડ હતી કે તેના ધુમાડાના ગોટા છેક 15મા માળ સુધી પ્રસરી ગયા હતા. બિલ્ડિંગના રહેવાસીઓ ગાઢ નિદ્રામાં હતા ત્યારે અચાનક ધુમાડા અને બૂમાબૂમ સાંભળીને જીવ બચાવવા નીચે દોડી આવ્યા હતા. હાઈરાઈઝ બિલ્ડિંગ હોવાને કારણે રહીશોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો.
ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી હાલમાં આગને કાબૂમાં લઈ લીધી છે. ભીષણ આગને પગલે 15 માળ સુધી આગનો ધુમાડો ફેલાયો હતો. આગ લાગતાની સાથે જ ફ્લેટના સી બ્લોકના રહીશોમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે નીચે ઉતરી ગયા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
સવારે 8:00 વાગ્યાની આસપાસ સી બ્લોકના ત્રીજા માળના મકાનમાં આગ લાગી હોવાનો ફાયર બ્રિગેડને મેસેજ મળ્યો હતો. ફાયર બ્રિગેડની સૌપ્રથમ બેથી ત્રણ ગાડીઓ સ્થળ ઉપર રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચી ત્યારે સી બ્લોકના ત્રીજા માળે મકાનમાં આગ લાગેલી હતી અને આગ વિકરાળ બનીને ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી. 15 માળ સુધી ધુમાડો પહોંચ્યો હતો, જેના પગલે ફાયર બ્રિગેડ દ્વારા વધુ ગાડીઓ બોલાવવામાં આવી હતી.
આ પણ વાંચો: ભારત માટે ખુલ્યો હોર્મુઝનો રસ્તો, ઈરાનના વિદેશ મંત્રીએ કરી મોટી જાહેરાત












