અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: મણિનગરમાં વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં શાળાઓ અને વ્યાપાર બંધનું એલાન

અમદાવાદ, 21 ઓગસ્ટ 2025: મણિનગરની સેવન્થ ડે ઈંગ્લિશ મિડિયમ સ્કૂલમાં એક વિદ્યાર્થીની નિર્મમ હત્યાના વિરોધમાં મણિનગર, કાંકરિયા અને ઈસનપુર વિસ્તારોમાં આજે, ગુરુવારે, તમામ શાળાઓ અને વ્યાપાર-ઉદ્યોગો શાંતિપૂર્ણ રીતે બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે. વ્યાપારી એસોસિએશન, વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ (મણિનગર જિલ્લો) અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આ બંધને સમર્થન આપવા અપીલ કરવામાં આવી છે.
આ ઘટનામાં એક નિર્દોષ વિદ્યાર્થી પર કથિત રીતે વિદ્યાર્થીઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે, જેના કારણે તેનું અવસાન થયું. આ ગંભીર ઘટનાનો હિન્દુ સમાજે કઠોર શબ્દોમાં વિરોધ કર્યો છે અને આરોપીઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહીની માંગ કરી છે.
બંધ દરમિયાન મેડિકલ અને ઈમરજન્સી સેવાઓને અસર ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા સંગઠનોએ જણાવ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે, અને ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
Back to top button