ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં 7 જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ વિભાગે સર્ચ ઓપરેશન શરુ કર્યું

અમદાવાદ, 23 જાન્યુઆરી 2026: અમદાવાદમાં સ્કૂલોને ફરીથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાની શરૂઆત થઈ છે. શહેરની જાણીતી સંત કબીર સ્કૂલની ત્રણેય બ્રાન્ચને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. જેને લઈને પોલીસ દ્વારા અત્યારે સ્કૂલમાં તપાસ કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત શહેરની અન્ય સ્કૂલને પણ ધમકી મળી હોવાની શક્યતા છે. હાલ તમામ સ્કૂલો દ્વારા ઇ-મેલ તપાસવામાં આવશે અને ધમકી મળી હોય તો પોલીસને જાણ કરાશે.

અમદાવાદની 7 સ્કૂલોને ધમકીભર્યો ઈમેલ મળ્યો

આજે સવારે અમદાવાદની સંત કબીર સ્કૂલની 3 બ્રાન્ચ, બોપલમા આવેલી ડીપીએસ નવરંગપુરાની સેન્ટ ઝેવિયર્સ લોયોલા, ઘાટલોડિયાની કેલોરેક્ષ સ્કૂલ તથા વસ્ત્રાપુરની સ્કૂલ શરૂ થયાના ગણતરીના સમયમાં જ સ્કૂલ વહીવટી તંત્રને બોમ્બ અંગેનો ઈમેલ મળ્યો હતો. સ્કૂલ મેનેજમેન્ટે વિલંબ કર્યા વગર તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ધમકી મળતા જ સાવચેતીના ભાગરૂપે બંને સ્કૂલ દ્વારા વાલીઓને મેસેજ અને ફોન દ્વારા તાત્કાલિક જાણ કરવામાં આવી હતી કે તેઓ પોતાના બાળકોને ઘરે લઈ જાય. અચાનક શાળાએથી તેડવા માટેનો મેસેજ મળતા જ વાલીઓ મોટી સંખ્યામાં સ્કૂલએ પહોંચ્યા હતા.

એક મહિના અગાઉ અમદાવાદ, ગાંધીનગર, કલોલ શહેરની અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઝેબર ,ઝાયડસ, અગ્રસેન અને DAV ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત 26 જેટલી સ્કૂલોને ધમકીભર્યા ઈ-મેલ મળ્યા હતા. ધમકી મળતા જ સ્કૂલોમાં તપાસ શરૂ કરાઈ હતી. પોલીસ, ફાયર વિભાગ અને બોમ્બ-ડોગ સ્કવોડની ટીમ દ્વારા સ્કૂલોમાં તપાસ કરાઈ હતી. તમામ સ્કૂલોમાંથી કોઈપણ સ્કૂલમાંથી સંદિગ્ધ વસ્તુ ન મળતા તપાસ પૂર્ણ કરાઈ હતી.

આ પણ વાંચો: ટ્રમ્પના પીસ ઓફ બોર્ડના મેમ્બર બન્યા 35 દેશ, કોણ છે એ દેશ અને કોણે ઓફર ફગાવી

Back to top button