અમદાવાદ: એરપોર્ટ પર લેન્ડિંગ કર્યા બાદ ખામી હોવાની પાયલટને જાણ હતી; શું અકસ્માત અટકાવી શકાય હોત

12 જૂન 2025 અમદાવાદ: શહેરમાં ગુરુવારે બપોરે 1:40ને આસપાસ મેઘાણીનગરના આઈજીપી કમ્પાઉન્ડ ખાતે જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત 241 લોકો મૃત્યુ પામે છે. શું ઉડાન ભરી રહેલું એર ઇન્ડિયાનું વિમાન ટેકનીકલ રીતે ખામીયુક્ત હતું. શું વિમાનમાં ટેકનિકલ ખામી છે તેવી જાણ પાયલોટને થઈ હતી? શું અગાઉ પણ આ વિમાનમાં ખામીઓ સામે આવી હતી અને તેને દૂર કરવાનો પ્રયાસ કરાયો હતો? શું ટેકનીકલ ખામી રીપેર કર્યા બાદ લંડન માટે ફ્લાઈટને ટેક ઓફ કરવામાં આવી હતી. એવા કયા મુખ્ય કારણો હતા જેના કારણે જો સાવધાની રખાઈ હોત તો આ અકસ્માતની બચી શકાય હોત આવો સમજીએ વિગતવાર.
વિજયભાઈ રૂપાણી સાથે 1206 નંબરનું કનેક્શન
અમદાવાદ માટે ગુરૂવારનો દિવસ ગોઝારા કાળ સમાન સાબિત થયો છે. આ અકસ્માતમાં 317 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ એક સંયોગ જોવા મળ્યો છે જેમાં તેમનો લકી નંબર 1206 માનવામાં આવતો હતો. તેમનું પ્રથમ વિકલ્પ પણ 1206 નંબરનું હતું અને તેમના તમામ પર્સનલ વ્હીકલો પણ 1206 નંબરના હતા અને આજે તેઓ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે તે તારીખ પણ 1206 છે. ત્યારે આવો હવે જાણીએ કે એર ઇન્ડિયાના વિમાનમાં આ પ્રકારની ખામી હતી કે શું અને અને જો યોગ્ય રિપેર થયું હોત તો શું અકસ્માત અટકાવી શકાયો હોત.
ત્ર
ણ મહિનામાં ત્રીજી વખત ટેકનિકલ ખામી સર્જાઈ
સૂત્ર પ્રમાણે મળતી માહિતી મુજબ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઈટમાં ગુરુવારે કોકપિટમાં એરર આવી થતા ફ્લાઇટ ગ્રાઉન્ડ કરી રદ કરવી પડી હતી જેને કારણે 240 પેસેન્જર રઝળી પડ્યા હતા. લંડન ફ્લાઈટમાં છેલ્લા ત્રણ મહિનામાં ત્રીજી વખત ટેકનિકલ ખામી સર્જાઇ હતી. એર ઇન્ડિયાની ફ્લાઈટ ગુરુવારે બપોરે 1:10 વાગે અમદાવાદથી લંડન માટે ટેક ઓફ થવાની હોવાથી પેસેન્જર સવારે 10 વાગે આવી ગયા હતા ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ કર્યા બાદ ખામી હોવાની પાયલટને જાણ થઈ હતી અને ટેકનીશીયનો એરક્રાફ્ટ ચેક કરી ખામીને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ફ્લાઇટ રીપેર ન થતા એર લઈને કેટલાક પેસેન્જરને ઘરે મોકલ્યા હતા તો કેટલાકને હોસ્ટેલમાંથી આપવામાં આવ્યો હતો.












