અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદ: ગુજરાત યુનિ. ના સિન્ડિકેટ સભ્યએ HRDCનાં ડાયરેક્ટર પાસેથી 75 લાખની પઠાણી ઉઘરાણી કરતા NSUIએ નકલી નોટો ઉડાવી કર્યો વિરોધ

5 ઓગસ્ટ 2025 અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં સરકાર દ્વારા નિયુક્ત સિન્ડિકેટ સભ્ય અને ABVPમાં હોદ્દો ધરાવનાર શ્વેતલ સુતરીયાએ HRDC વિભાગને ફરિયાદ કરી હતી જે ફરિયાદના આધારે છેલ્લા દસ વર્ષના શૈક્ષણિક નાણાકીય અને વહીવટી કામગીરીની વિસ્તૃત તપાસ માટે જરૂરી દસ્તાવેજોની માંગણી કરવામાં આવી હતી. જેમાં ગ્રાન્ટ અને આવકના સ્ત્રોત, ઓડિટ અને નાણાકીય વ્યવસ્થા, સ્ટાફ અને કર્મચારીઓનું મહેનતાણું તેમજ નાણાકીય ભથ્થું, દરેક કોષ માટેની ફી વિગતો માંગવામાં આવી હતી. જે બાબતે HRDCનાં ડાયરેક્ટર દ્વારા પણ પોતે લાખો રૂપિયા ના આપવામાં આવતા આ ફરિયાદ થઈ હોવાની વિગતો સામે આવી છે. જે મામલે આજે NSUI દ્વારા નકલી નોટો ઉડાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને પૈસા માંગનાર સિન્ડિકેટ સભ્યને તમામ સરકારી હોદ્દા ઉપરથી દૂર કરી પોલીસ ફરિયાદ નોંધવા માંગ કરી હતી જે અંગે પોલીસ સાથે ઘર્ષણ થવા પામ્યું હતું.

નિવૃત જજની અધ્યક્ષતામાં તપાસ કમિટી રચવા માંગ
NSUI કાર્યકર્તા સંજય સોલંકીએ HD ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ભાજપ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ABVPના ખંડણી ખોર સિન્ડિકેટ શ્વેતલ સુતરીયા HRDC હોય, લાઇબ્રેરી હોય, DRDO જેવા તમામે તમામ ડિપાર્ટમેન્ટમાંથી ભાજપે તેમને લાખો રૂપિયા ઉઘરાવી લાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હોય જેના ભાગરૂપે આ લોકો અહીંયા ખંડણી માંગી રહ્યા છે. જ્યારે આ તમામ વિરોધને લઈને ગુજરાત યુનિવર્સિટીનું ભ્રષ્ટાચારી તંત્ર અહીં હાજર નથી કારણ કે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હોય કે રજીસ્ટાર તમામે તમામ લોકો આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે. જેના લીધે અમારી સામૂહિક માંગણી છે કે આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા તમામે તમામને બર તરફ કરવામાં આવે અને નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કપાસ કમિટી રચી તેના પર કાર્યવાહી કરવામાં આવે.

સિન્ડિકેટ ઉપર કાયદેસર ફરિયાદ થવી જોઈએ:વિક્રમસિંહ
વધુ એક NSUI કાર્યકર્તા વિક્રમસિંહ ગોહિલે હમ દેખેંગેની ટીમ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે યુનિવર્સિટીના એક સિન્ડિકેટ દ્વારા 75 લાખ રૂપિયાની લહાણી માંગવાની વાત થઈ છે. આ સિન્ડિકેટ ઉપર કાયદેસર એફ.આઇ.આર થવી જોઈએ તેમજ અટકાયત કરી રાજીનામુ લઈ લેવું જોઈએ.

ખંડણીખોર, હપ્તાખોર સુતરીયાનાં બેનરો સાથે વિરોધ
આજે NSUIએ યુનિવર્સિટીના કુલપતિની લોબીમાં જઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ કરતી વખતે હાથમાં ખંડણી ખોર, ABVP ખંડણી ખોર, હપ્તાખોર શ્વેતલ સુતરીયા સહિતના બેનરો સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો. જોકે આ દરમિયાન પોલીસે કાર્યકરોની અટકાયત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં મહિલા પોલીસ અધિકારીઓ દ્વારા કાર્યકરોના પગ પકડીને ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી. જે દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.

આ મામલે કુલપતિ 5 વાગ્યે બેઠક કરી નિર્ણય કરશે
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દ્વારા વિવાદ વધતાની સાથે આજે સાંજે 5 વાગે ઓનલાઇન સિન્ડિકેટ બેઠક રાખવામાં આવી છે. જે મામલે તમામ પ્રકારની ચર્ચા વિચારણા કરી આ મામલે યોગ્ય નિર્ણય યુનિવર્સિટી વિભાગ દ્વારા કરવામાં આવી શકે છે, મળતી માહિતી મુજબ HRDCના ડાયરેક્ટર દ્વારા રૂપિયા ન અપાતા ભાજપ દ્વારા નિયુક્ત ABVPનાં સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરીયા ઉગ્ર માગણી કરવામાં આવી છે.

Back to top button