ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ, લોકોને સાવચેત રહેવા સૂચના

  • હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં મેઘરાજા મહેરબાન
  • શહેરના અનેક વિસ્તારોમાં વરસાદના કારણે રોડ-રસ્તા પર પાણી ફરી ગયા
  • ભારે વરસાદના કારણે ગુજરાતની મોટાભાગની નદીઓના જળસ્તર વધ્યા

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં મેઘરાજાની મહેરબાની જોવા મળી રહી છે. આજે 24મી ઓગસ્ટ સરખેજ, મકરબા, પ્રહલાદનગર, શ્યામલ, સેટેલાઈટ, ઈસ્કોન, જોધપુર ચાર રસ્તા, એસ.જી હાઇવે અને ગોતા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદના કારણે રોડ-રસ્તા પર પાણી ફરી ગયા છે.

ભારે વરસાદના કારણે ગુજરાતની મોટાભાગની નદીઓના જળસ્તર વધ્યા

ભારે વરસાદના કારણે ગુજરાતની મોટાભાગની નદીઓના જળસ્તર વધ્યા છે. જેના કારણે અનેક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસ અને રાજસ્થાનના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમની જળસપાટી વધી છે. એવામાં સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે સાબરમતી નદીની આસપાસના વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

અત્યારસુધી સરેરાશ 27.50 ઈંચ સાથે 80 ટકા વરસાદ થયો

ગુજરાતમાં અત્યારસુધી સરેરાશ 27.50 ઈંચ સાથે 80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં 37 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. વરસાદની જળાશયોની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે અને 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર 78.82 ટકા છે. 59 જળાશયો છલોછલ થઈ ગયા છે, જ્યારે 78 જળાશયો હાઈઍલર્ટ હેઠળ છે.

Back to top button