અમદાવાદ: 48,85000/-રૂપિયા વેપારીને કાઠમંડુ નેપાળમાં ગોંધી રાખી પડાવી લીધા; કરોડોની સાયબર છેતરપિંડી કરતા કંબોડિયા,નેપાળની ટીમના 6 સભ્યોની ધરપકડ

9 મે 2025 અમદાવાદ: શહેર સાયબર ક્રાઇમની ટીમે છેલ્લા ઘણા સમયથી રાજ્ય અને દેશમાં સાયબર ક્રાઇમ થકી કરોડો રૂપિયા ગુજરાતના અલગ અલગ જિલ્લાના નાગરિકો પાસેથી એઠી લઈ છેતરપિંડી આચરનારા ચાઇનાના કંબોડિયા અને નેપાળથી ઓપરેટ થતી ગેંગના ગુજરાતમાં કામ કરનારા 6 સભ્યોની ધરપકડ કરી લેવામાં પોલીસને સફળતા મળી છે. ત્યારે કેવી રીતે આરોપીઓ પકડાયા? શું હતી તેમની મોડસ ઓપરેન્ડી? કેવી રીતે ગુનાઓ આચરતા હતા જાણીએ વિગતવાર!
48,85000/- રૂપિયા ગોંધી રાખી પડાવી લીધા
અમદાવાદ સાયબર ક્રાઈમ ડીસીપી લવીનાં સિંહાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે અમદાવાદના ગારમેન્ટના વેપારી પ્રણેય સુભાષ ભાવસાર ગુજરાતના આ 6 ઇસમોએ દુબઈથી તમારા ખાતામાં પૈસા આવશે તેવો વિશ્વાસ કેળવી ખાતાધારકને કાઠમંડુ અને નેપાળ લઈ જઈ 6 દિવસ સુધી હોટલમાં ગોંધી રાખી આશરે 48 લાખ 85 હજાર રૂપિયા પડાવી લીધા હતા. જે બાબતની ફરિયાદ સાઇબર ક્રાઇમમાં કરાતા ચાઇના અને નેપાળ માટે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં કામ કરનારા કુલ 6 આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પકડાયેલા 6 આરોપીઓની વિગત
(૧) મનન સ/ઓ રોહિતગીરી ગોસ્વામી ઉ.વ.૨૩ ધંધો-નોકરી રહે.૧૦૦૩ કર્ણાવતી વેિરા, દુન સ્કુલ પાસે, ન્યુ મણીનગર, રામોલ અમદાવાદ, મુળ-૩૬૩, બોખાલીદાસની ચાલી, સાંઇ શેરી, ખોખરા અમદાવાદ શહેર
(૨) રાહુલ સ/ઓ રમેશભાઈ શંકરલાલ યાદવ ઉવ ૨૯ ધંધો ડીલેવરી બોચ રહે. મનં એક/૯, શીવપાર્ક સોસાયટી, સમરાજ્ય નગર, ઓઢવ અમદાવાદ શહેર
(૩) આરીફ સ/ઓ નુરમોહમદ સૈયદ ઉ.વ.૩૦ ધંધો-વેપાર રહે. મ.નં.૧૨, કરીમાબાદ નગર, રમજાન પાર્કની સામે, ખ્વાજા નગર, પમ્પીંગ સ્ટેશનની બાજુમાં, કેનાલ રોડ, વટવા, અમદાવાદ શહેર
(૪) ગૌતમ ઉર્ફે માર્કો સ/ઓ દિનેશભાઈ ચૌહાણ ઉ.વ.૨૨ ધંધો-મજુરી રહે-મ.નં.૨૫૮, રંગ અવધુત સોસાયટી, કેનાલવાળો રોડ, પુણા ગામ, સુરત મુળ વતન ગામ-રામેશ્વર તા.જી.જુનાગઢ
(૫) ચિરાગ ઉર્ફે મનન સ/ઓ રમેશભાઈ ઢોલા ઉ.વ.૨૯ ધંધો-વેપાર રહે-મ.ન.બી/૪, માધવમંદિર સોસાયટી, ડબોલી રોડ, કતારગામ, સુરત મુળવતન ગામ-વડોદ તા.ઉમરાળા જી.ભાવનગર
(૬) યશ સ/ઓ સમદાસભાઇ યાદવ ઉ.વ.-૨૩ ધંધો-ડ્રાઇવીંગ રહે-મ.ન.-બી/૨૭૮, દિવ્યમાલા સોસાયટી, સુમિન પાર્ક, વસ્ત્રાલ રોડ વસ્ત્રાલ અમદાવાદ શહેર મુળ વતન ગામ.સમાપુર તા.પોસ્ટ.જી.-પ્રતાપગગઢ ઉતરપ્રદેશ
વેપારીને 6 દિવસ સુધી નેપાળ કાઠમંડુમાં ગોંધી રાખ્યો
DCP લવીના સિંહાએ જણાવ્યું હતું કે આરોપી રાહુલ યાદવ તથા આરીફે ફરીયાદી પ્રણય સુભાષ ભાવસારના જય અંબે ગારમેન્ટ નામના ICICI બેંક એકાઉન્ટ નંબર ૬૨૪૪૦૫૫૦૩૪૦૫ કરન્ટ બેંક એકાઉન્ટમાં દુબઇથી લીગલ ફંડના પૈસા આવશે તેવું જણાવી તેનો વિશ્વાસ કેળવી તા.૧૭/૦૧/૨૦૨૫નાં રોજ નેપાળ કાઠમાંડુ ખાતે લઈ જઈ સાહેદ પ્રણય સુભાષ ભાવસારનો સંપર્ક આરોપી યશ યાદવ તથા મનન ગોસ્વામી સાથે કરાવી યશ યાદવે પ્રણય પાસેથી જય અંબે ગારમેન્ટ નામના ICICI બેંક એકાઉન્ટ નંબર ૬૨૪૪૦૫૫૦૩૪૦૫ ની કીટ વોટસઅપ દ્વારા મેળવી આરોપી આરીફને મોકલી આરીફે આ કિટ વોટસઅપ દ્વારા કમ્બોડિયા ખાતે હાજર આરોપી મનનને મોકલી આપી આરોપી મનને આ કિટ આરોપી ગૌતમને મોકલી આપી સાહેદને નેપાળ ખાતે HOTEL CASCADE લાજીમત, કાઠમાંડુ, નેપાળમાં રોકી પીડિતને હોટેલમાં 6 દિવસ સુધી ગોંધી રાખી તેના બેંક એકાઉન્ટ તથા તેમાં રજીસ્ટર મોબાઇલ નંબર ૯૯૦૪૯૭૨૬૭૮ નું સીમકાર્ડ અને બેંક એકાઉન્ટમાં રજીસ્ટર ઇ-મેઇલ આઇ.ડી. [email protected] નો સાહેદ પ્રણય ભાવસારની મંજૂરી વગર એકસેસ મેળવી લઈ તે બેંક એકાઉન્ટમાં તા.૨૧/૦૧/૨૦૨૫ ના રોજ રૂ.૪૩,૦૦,૦૦૦/- તેમજ તા.૨૨/૦૧/૨૦૨૫ ના રોજ રૂ.૫,૮૫,૦૦૦/- જમા કરાવી કોઈ ચાઈનીઝ વ્યક્તિ સાથે મળી અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ટ્રાન્સફર કર્યા હતા. હાલ આ પકડાયેલા તમામ ચારોપીઓ વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જાણો ગુન્હાની મોડસ ઓપરેન્ડી
મોડસ ઓપરેન્ડીમાં ખાતાધારકને દુબઈ ખાતેથી લીગલ ફંડના નાણા આવશે તેવુ જણાવી ખાતાધારકનો વિશ્વાસ કેળવી ખાતાધારકને કાઠમાંડુ, નેપાળ ખાતે હોટેલમાં 6 દિવસ સુધી ગોંધી રાખી 3 ચાઈનીઝ આરોપી સાથે મળી ખાતાધારકની મંજૂરી વગર તેના બેંક એકાઉન્ટ તથા તેમાં રજીસ્ટર મોબાઇલ નંબરના સીમકાર્ડ અને બેંક એકાઉન્ટમાં રજીસ્ટર ઇ-મેઇલ આઇ.ડી.નો એકસેસ મેળવી લઈ તે બેંક એકાઉન્ટમાં ચાઈનીઝ આરોપીઓ દ્વારા કમ્બોડિયાથી ઓપરેટ થતા ડીજીટલ એરેસ્ટ, ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ટેલીગ્રામ ટાસ્ક ફ્રોડ જેવા સાયબર ફ્રોડના નાણાના ટ્રાન્ઝેક્શનો કરી ગુનો આચરવામાં આવેલ છે.
આ પ્રકારની એમ.ઓ.થી કામ કરતી ગેંગ ભારતમાંથી જુદાજુદા એકાઉન્ટ હોલ્ડર શોધી આવા બેંક એકાઉન્ટોની ડીટેઈલ્સ સાયબર ક્રાઈમ ઓપરેટ કરતી વિદેશી ગેંગને આપતા હોય છે, જે બેંક એકાઉન્ટોમાં ભારત તથા અન્ય દેશોમાંથી સાયબર ફ્રોડના ભોગ બનનાર લોકોના નાણા મેળવી સાયબર કાઈમ આપવામાં આવે છે.
> આરોપી રાહુલે સાહેદ પ્રણય ભાવસારનો સંપર્ક આરીફ સૈયદ અને યશ યાદવ સાથે કરાવી આ ત્રણેય આરોપીઓએ સાહેદ પ્રણય ભાવસારને દુબઈથી લીંગલ ફંડના નાણા જમા કરાવવા માટે બેંક એકાઉન્ટની જરૂર છે તેવું જણાવી સાહેદનો વિશ્વાસ કેળવી નેપાળ જવા માટે મનાવી આરોપી આરીફ સૈયદે યશ યાદવ તથા પ્રણય ભાવસારને ફ્લાઈટની ટિકિટ મોકલી પ્રણય ભાવસારને યણ યાદવ સાથે નેપાળના કાઠમાંડુ ખાતે મોકલી આપેલ હતા.
> આરોપીઓ એક બેંક એકાઉન્ટ હોલ્ડર તથા કીટને મોકલી આપવાના બદલામાં આશરે 1500 ડોલર જેટલું કમીશન મેળવતા હતા.


આરોપી મનન રોહિતગીરી ગોસ્વામીનો રોલ
> આરોપી મનન ગોસ્વામીએ સાહેદ પ્રણય ભાવસારની બેંક એકાઉન્ટની કીટ આરોપી આરીફ સૈયદ પાસેથી મેળવી નેપાળના કાઠમાંડુ ખાતે હાજર આરોપી ગૌતમ ઉર્ફે માર્કોને મોકલી આપેલ તેમજ સાહેદ પ્રણય ભાવસાર તથા આરોપી યશ યાદવની ફલાઈટની ટિકિટ આરોપી આરીફ સૈયદને મોકલીઆપી
> આરોપી મનન ગોસ્વામી કમ્બોડિયા ખાતે હાજર રહી નેપાળમાં થઈ રહેલ ગુનાહિત પ્રવૃત્તિ બાબતે આરીફ સૈયદને જણાવતો હતો.
> આરોપી મનન ગોસ્વામીએ આજદિન સુધીમાં 15 જેટલા બેંક એકાઉન્ટો આરોપી ગૌતમ ઉર્ફે માર્કોને મોકલી આપેલ છે.
> આરોપી મનન ગોસ્વામી તથા આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓ સાથે ભેગા મળી ભારતના નાગરિકોને નોકરીની લાલચ આપી કમ્બોડિયાના વિઝા અપાવી નોકરી કરવા માટે બોલાવી તેઓના પાસપોર્ટ જપ્ત કરી તેઓની મરજી વિરુધ્ધ અલાયદી જગ્યાએ ગોંધી રાખી તેમને બળજબરીથી ઈન્વેસ્ટમેન્ટ કોડ, ડીજીટલ એરેસ્ટ, ટેલીગ્રામ ટાસ્ક ફ્રોડ જેવા ગુનાઓ આચરવા માટે મજબૂટ કરી ભારત દેશના નાગરિકોને આ પ્રકારના સાયબર ફ્રોડનો ભોગ બનાવે છે.
> આરોપી મનન ગોસ્વામી કમ્બોડિયા, દુબઈ જેવા દેશોમાં ફરેલો છે.
આરોપી ગૌતમ ઉર્ફે માર્કો તથા ચિરણ ઢોલાનો રોલ
> આરોપી ગૌતમ ઉર્ફે માર્કોએ પોતાના મોબાઈલ ફોનથી સાહેદ પ્રણય ભાવસાર તથા આરોપી યશ યાદવની ફલાઈટની ટિકિટ બૂક કરાવી આરોપી મનન ગોસ્વામીને મોકલી આપેલ.
> આરોપી ગૌતમ ઉર્ફે માર્કો તથા ચિરાગ ઢોલાએ ચાઈનીઝ આરોપીઓ સાથે મળી સાહેદ પ્રણય ભાવસારને HOTEL CASCADE લાજીમત, કાઠમાંડુ, નેપાળમાં 6 દિવસ સુધી ગોંધી રાખી પીડિતના જય અંબે ગારમેન્ટ નામના ICICI બેંક એકાઉન્ટ નંબર ૬૨૪૪૦૫૫૦૩૪૦૫માં જીસ્ટર મોબાઇલ નંબર ૯૯૦૪૯૭૨૬૭૮ તથા ઇ-મેઇલ આઇ.ડી. [email protected]નો સાહેદ પ્રણય ભાવસારની મંજૂરી વગર એકસેસ મેળવી લઈ સાહેદ પ્રણય ભાવસારનું સીમકાર્ડ આરોપી ચિરાગના મોબાઈલ ફોનમાં એક્ટિવેટ કરી ટ્રાન્ઝેક્શનો કરેલ છે.
> આરોપી ગૌતમ ઉર્ફે માર્કો ચાઈનીઝ આરોપીઓ સાથે મળી સાયબર ફ્રોડના નાણા જમા કરાવવા માટે મનન ગોસ્વામી પાસેથી બેંક એકાઉન્ટોની કીટો મેળવી જરૂર જણાયે ખાતાધારકોની ટિકિટ બૂક કરાવી નેપાળ બોલાવતો હતો.
> આરોપી ગૌતમ ઉર્ફે માર્કોએ 20થી વધુ ટિકિટો બુક કરાવેલ હોવાનું જણાઈ આવેલ છે.
> આરોપી ગૌતમ ઉર્ફે માર્કો છેતરપીંડીના નાણાને USDT (ક્રિપ્ટોકરન્સી) માં કન્વર્ટ કરાવી તે USDT (ક્રિપ્ટોકરન્સી)ને આ ગુનો આચરતા મુખ્ય આરોપીઓને મોકલી આપતો હોવાનું જણાઈ આવેલ છે.
> આરોપી ગૌતમ ઉર્ફે માર્કો સિંગાપોર, દુબઈ, નેપાળ, કમ્બોડિયા જેવા દેશોમાં ફરેલો છે.
> આરોપી ચિરાગ ઢોલા સિંગાપોર, દુબઈ, નેપાળ જેવા દેશોમાં ફરેલો છે.












