વિશેષ

અમદાવાદના વસ્ત્રાલની મહિલાનો કમાલ: શ્રીલંકામાં જીત્યો પ્રતિષ્ઠિત ‘એશિયા કેક ઓસ્કાર એવોર્ડ’

Asia Cake Oscar Award: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલના રહેવાસી છાયા ભરતકુમાર પંચાલે આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તાજેતરમાં શ્રીલંકાના કોલંબો ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત સ્પર્ધામાં તેમણે પોતાની અદભુત કળાના જોરે ‘એશિયા કેક ઓસ્કાર એવોર્ડ’ (Asia Cake Oscar Award) પોતાના નામે કર્યો છે. તેમણે આ સિદ્ધિ ‘એગલેસ રોયલ આઈસિંગ કેક’ કેટેગરીમાં મેળવી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

છાયાબેન અગાઉ પણ અનેક રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં વિજેતા રહી ચૂક્યા છે. વર્ષ 2025 માં મુંબઈના ‘કેકોલોજી’ શોમાં એવોર્ડ મેળવ્યા બાદ, તેમણે ગાંધીનગરના ‘ખાદ્ય ખોરાક 2025’ માં ડેકોરેટિવ કૂકીઝમાં ગોલ્ડ, રોયલ આઈસિંગ કેકમાં સિલ્વર અને વેડિંગ કેકમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ જ વર્ષે તેમણે લાઈફ સાઈઝ રોયલ આઈસિંગ ડેકોરેટેડ કૂકી બનાવીને વર્લ્ડ રેકોર્ડ પણ સ્થાપ્યો હતો. હાલમાં તેઓ વસ્ત્રાલમાં પોતાનો કેક સ્ટુડિયો ચલાવે છે અને અત્યાર સુધીમાં 150 થી વધુ વિદ્યાર્થીઓને બેકિંગની પ્રોફેશનલ તાલીમ આપી આત્મનિર્ભર બનાવ્યા છે.

આ પણ વાંચો: IPL 2026: શુભમન ગિલની વિસ્ફોટક સદી, રાજસ્થાન રોયલ્સને હરાવી ગુજરાત ટાઇટન્સ ત્રીજી વખત ફાઇનલમાં પ્રવેશ્યું

Back to top button