આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

કતારમાં ફરી ટ્રમ્પે જશ ખાટવાની કોશિશ કરી, કહ્યું- ભારત-પાક. યુદ્ધના બદલે વેપાર કરે

દોહા, તા. 15 મે, 2025: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના આરબ પ્રવાસ દરમિયાન ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામનો જશ ખાટવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રમ્પે કહ્યું કે તેમણે ભારત અને પાકિસ્તાનને યુદ્ધ કરવાને બદલે વેપાર કરવા કહ્યું હતું.

ટ્રમ્પ હાલમાં ખાડી દેશોના પ્રવાસે છે. આ દરમિયાન કતારમાં એક બેઝ પર અમેરિકી સૈનિકોને ટ્રમ્પે કહ્યું, ભારત અને પાકિસ્તાન વચ્ચેની દુશ્મની સમાપ્ત થઈ ગઈ છે. ટ્રમ્પે કહ્યું કે પરમાણુ શસ્ત્રો ધરાવતા પાડોશીઓએ રાજદ્વારી અને અમેરિકાના દબાણ પછી શનિવારે યુદ્ધવિરામ માટે સંમત થયા હતા. લગભગ ત્રણ દાયકામાં તેમની સૌથી ખરાબ લડાઈ અટકાવી દીધી.

તેમણે કહ્યું કે મેં ભારત અને પાકિસ્તાનને યુદ્ધને બદલે વેપાર પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી અને બંને તેનાથી ખુશ છે. આ પહેલા ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચેના કાશ્મીર વિવાદ પર મધ્યસ્થી કરવાની વાત પણ કરી હતી. ભારતે તેના પર વાંધો ઉઠાવ્યો હતો.

રોઇટર્સના અહેવાલ મુજબ, ટ્રમ્પે ગુરુવારે કહ્યું હતું કે, “ભારતે અમેરિકાને શૂન્ય ટેરિફ વેપાર સોદો ઓફર કર્યો છે. ભારતમાં કંઈપણ વેચવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ તેઓ વોશિંગ્ટન સાથે શૂન્ય ટેરિફ વેપાર સોદો કરવા તૈયાર છે.” ડોનાલ્ડ ટ્રમ્પે 9 એપ્રિલે મુક્તિ દિવસ નિમિત્તે ભારત સહિત ઘણા દેશો પર ટેરિફની જાહેરાત કરી હતી. તેના જવાબમાં, ભારતે અમેરિકા સાથે વેપાર સોદા અંગે વાટાઘાટો તીવ્ર બનાવી હતી.

ટ્રમ્પે કયા દેશ પર કેટલો ટેરિફ લાદ્યો છે?

અમેરિકાએ ચીન પર 145 ટકા ટેરિફ લાદ્યો છે. જ્યારે વિયેતનામ પર 46 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. તેણે વિયેતનામને 90 દિવસની છૂટ પણ આપી છે. તેથી હાલમાં ટેરિફ ફક્ત 10 ટકા છે. અમેરિકાની ટ્રમ્પ સરકારે હાલમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ પર માત્ર 10 ટકા ટેરિફ રાખ્યો છે.

આ પણ વાંચોઃ ભારતે અમેરિકાને ઓફર કરી ઝીરો ટેરિફ ટ્રેડ ડિલ, ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યોં

Back to top button