અદાણી ટોટલ અને જિયો બીપી વચ્ચે કરાર, દેશમાં ઇંધણ સાથે સંકળાયેલી સેવાઓને વધુ સારી બનાવવાનો ટાર્ગેટ

નવી દિલ્હી, 26 જૂન, 2025: ભારતમાં ઇંધણ સાથે સંકળાયેલી સેવાઓના અનુભવને વધુ સારો બનાવવાના હેતુથી અદાણી ટોટલ અને જિયો બીપી વચ્ચે કરાર કરવામાં આવ્યા છે. તેના માટે વ્યૂહાત્મક સમજૂતિની ઘોષણા કરવામાં આવી છે. તેનો હેતુ ઉપભોક્તાઓને ઉચ્ચ ગુણવત્તાવાળું ઇંધણ અને સુવિધા પ્રદાન કરવાનો છે. આ ભાગીદારી દેશમાં ઓટો ફ્યૂઅલ રિટેલના લેન્ડસ્કેપને બદલવાની દિશામાં મોટું પગલું છે. આ ભાગીદારી હેઠળ બન્ને કંપનીઓ એક બીજાના ઉત્પાદનો પોતાના પસંદગીના આઉટલેટ્સ પર ઉપલબ્ધ કરાવશે. આ પહેલનો હેતુ ઉપભોક્તાઓને એક જ સ્થાને વધુ સારા અને વિવિધ ઇંધણનો વિકલ્પ આપવાનો છે. આ ઇંધણમાં હાઇ-પર્ફોમન્સ પેટ્રોલ-ડીઝલથી લઇને સીએનજી સુધીનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે ATGL,અદાણી ગ્રુપ અને ટોટલ એનર્જી જોઇન્ટ વેન્ચર, ભારતની સૌથી મોટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓમાંથી એક છે. જે વર્તમાનમાં 650થી વધારે સીએનજી સ્ટેશન સંચાલિત કરે છે. જે ઘર, વાણિજ્યિક સંસ્થાઓ અને ટ્રાન્સપોર્ટ સેક્ટરને નેચરલ ગેસ પ્રદાન કરે છે. કંપની કોમ્પ્રેસ્ડ બાયોગેસ, ઇવી ચાર્જિંગ અને એલએનજી સોલ્યુશન પણ પ્રદાન કરે છે.
જ્યારે જિઓ બીપી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને બીપીનું જોઇન્ટ વેન્ચર છે. જેની પાસે દેશ ભરમાં 2000થી વધારે રિટેઇલ દુકાનોનું મજબૂત નેટવર્ક છે. કંપની ફ્યુલ રિટેલ સેલ્સ, મોબિલિટી સોલ્યુશન્સ અને ઓછા કાર્બન ઓપ્શન પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. જેમાં ઇવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એડવાન્સ ફેસિલીટીનો સમાવેશ થાય છે.
ગ્રાહકોને સારા અનુભવ માટે અમે પ્રતિબદ્ધ- સાર્થક બેહુરિયા
જિઓ-બીપીના ચેરમેન સાર્થક બેહુરિયાએ કહ્યું કે જીઓ-બીપી હંમેશાથી ગ્રાહકોને સારો અનુભવ પૂરો માટે પ્રતિબદ્ધ રહ્યુ છે અને આ ભાગીદારીમાં એકબીજાની તાકાતનો લાભ ઉઠાવવાની તક આપે છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડના ઇક્ઝિક્યુટીવ ડિરેક્ટર અને ચિફ એક્ઝીક્યુટીવ ઓફિસર સુરેશ પી મંગલાનીએ કહ્યું કે અમારા આઉટલેટ પર હાઇ ક્વોલિટી વાળા ફ્યુઅલની આખી રેંજ ઉપલબ્ધ કરાવવી તે અમારો સહિયારો લક્ષ્ય છે.
આ પણ વાંચોઃ ICRA: વૈશ્વિક અનિશ્ચિતતા અને જિયો પોલીટિકલ તણાવને કારણે ભારતનો જીડીપી દર 6.2 ટકા રહેવાનું અનુમાન












