અદાણી જૂથ હવે વધુ એક નવા બિઝનેસમાં, જાણો આયાતક્ષેત્રે શું થશે ફાયદો

- પેટ્રોલિયમ ક્લસ્ટરમાં 1 મિલિયન ટનનો પીવીસી પ્લાન્ટ શરૂ કરાશે
ભુજ, 09 જુલાઇ 2025: Port Sector News અદાણી જૂથ ગુજરાત ખાતે વાર્ષિક 1 મિલિયન ટન પીવીસી પ્લાન્ટ બનાવાની તૈયારી કરી ચૂક્યુ છે. સૂત્રો મુજબ ગ્રુપ વિવિધ મંજૂરી અને પ્રોજેક્ટ સ્થાપિત કરવાની સંમતિ સાથે વિભિન્ન ઉત્પાદન પ્રક્રિયા અમલમાં મૂકવાનું વિચારી રહ્યું છે. વાંચો શું છે આ ઔદ્યોગિક સાહસ.
પેટ્રોકેમિકલ ક્લસ્ટર અને પીવીસી ઉત્પાદન પ્લાન્ટ
અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ પેટ્રોકેમિકલ ક્લસ્ટર સ્થાપી રહી છે. આ ક્લસ્ટરમાંતે વાર્ષિક 1 મિલિયન ટનની ક્ષમતા ધરાવતો પીવીસી ઉત્પાદન પ્લાન્ટ બનાવી રહી છે. આ પ્રોજેક્ટમાં અલગ અલગ પ્રક્રિયાઓ થકી બનતા એકમોના ઉત્પાદન માટેની ક્ષમતાઓનો સમાવેશ થવાની સંભાવના છે.
સ્થાનિક ઉત્પાદન 1.59 મિલિયન ટન
ભારતની વાર્ષિક પીવીસી માંગ લગભગ 4 મિલિયન ટન છે, જ્યારે સ્થાનિક ઉત્પાદન ક્ષમતા લગભગ 1.59 મિલિયન ટન છે. ભારતમાં પીવીસીની હાલની ઊંચી માંગ અને ઓછા પુરવઠાને ધ્યાનમાં રાખીતાઅદાણી પ્રોજેક્ટ પુરવઠા તફાવત અને આયાત નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે.
આ પણ વાંચો: US જવાનું સપનું મોંઘુ પડશે, ટ્રમ્પે વીઝા ફી વધારી; ભારતીય પ્રોફેશનલ્સને ઝટકો
પીવીસીનો ઉપયોગ વિવિધ શ્રેણી માટે
પીવીસી, અથવા પોલીવિનાઇલ ક્લોરાઇડ, એક કૃત્રિમ પ્લાસ્ટિક પોલિમર છે જેનો ઉપયોગ પાઇપ અને ફિટિંગથી લઈને બારી અને દરવાજાના ફ્રેમ, કેબલ ઇન્સ્યુલેશન, વિનાઇલ ફ્લોરિંગ અને દિવાલના આવરણ, ક્રેડિટ કાર્ડ અને રમકડાં સુધીના ઉત્પાદનોની શ્રેણી બનાવવા માટે વ્યાપકપણે થાય છે.
આંતરરાષ્ટ્રીય બજારોમાં વેપાર કુશળતા
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નેતૃત્વમાં અદાણી જૂથ દરરોજ નવા પ્રગતિની શિખરો સર કરી રહ્યું છે. અદાણીનો પ્લાન્ટ ભવિષ્યમાં માંગ વૃદ્ધિ પર વાર્ષિક 2 મિલિયન ટન ક્ષમતા સુધી વિસ્તૃત થઈ શકે છે. સૂત્રો પ્રમાણે અદાણી ગ્રુપ ફીડસ્ટોક મેળવવામાં વિશ્વાસ ધરાવે છે કારણ કે તેના પોર્ટફોલિયો કંપનીઓ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં વેપાર કરવામાં કુશળતા ધરાવે છે.
મુન્દ્રામાં પૂરતી માળખાકીય સુવિધાઓ
અદાણી જૂથપાસે સિનર્જી લાભોમાં કચ્છના મુન્દ્રા ખાતેવિપુલ જમીન પાર્સલની ઉપલબ્ધતા, બંદર સુવિધાઓ, કાચો માલ/ઇન્વેન્ટરી હેન્ડલિંગ ખર્ચના સોર્સિંગ માટે લોજિસ્ટિક્સ ખર્ચ તેમજ સ્થાનિક અને વિદેશી બજારોમાં અંતિમ ઉત્પાદનોના પરિવહન માટે લોજિસ્ટિક્સ ખર્ચને ઑપ્ટિમાઇઝેશન અને પ્રોજેક્ટના સરળ અમલીકરણનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: શેરબજારમાં મંદી: સેન્સેક્સ નિફ્ટી લાલ નિશાનમાં ગગડયા
આ પણ વાંચો: સતત વરસાદ થંભતા ભુજના નરનારાયણ નગરમાં નીકળ્યું મગરનું બચ્ચુ












