અભિનેત્રી હંસિકા મોટવાણીના ડિવોર્સ, ચાર વર્ષ માંડ માંડ ચાલ્યું લગ્નજીવન

- છેલ્લા ઘણા સમયથી તેમના લગ્નજીવનમાં તિરાડ પડી હોવાની અટકળો ચાલી રહી હતી, જેના પર હવે મુંબઈની બાંદ્રા કોર્ટે કાયદેસરની મહોર મારી દીધી છે
Entertainment News: સાઉથ અને હિન્દી ફિલ્મોની જાણીતી એક્ટ્રેસ હંસિકા મોટવાણી અને તેના પતિ સોહેલ કથુરિયા હવે સત્તાવાર રીતે અલગ થઈ ગયા છે. છેલ્લા ઘણા સમયથી તેમના લગ્નજીવનમાં તિરાડ પડી હોવાની અટકળો ચાલી રહી હતી, જેના પર હવે મુંબઈની બાંદ્રા કોર્ટે કાયદેસરની મહોર મારી દીધી છે. માત્ર 4 વર્ષમાં જ હંસિકાનું ઘર તૂટી જતાં તેના ચાહકોમાં શોકની લાગણી પ્રસરી છે. જોકે ડિવોર્સને ચાર વર્ષ લાગ્યા, પરંતુ લગ્ન થયાના થોડા જ સમયમાં બંને વચ્ચે મનમેળ ન હોવાની વાતો જાણવા મળી હતી.
હંસિકા મોટવાણીએ 4 ડિસેમ્બર 2022ના રોજ બિઝનેસમેન સોહેલ કથુરિયા સાથે ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. રાજસ્થાનના જયપુરમાં આવેલા મુંડોતા ફોર્ટમાં યોજાયેલા આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જોકે લગ્નના ત્રણ વર્ષ પૂરા થતા પહેલા જ તેમની વચ્ચે અણબનાવના સમાચાર આવવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે સોહેલના આ બીજા લગ્ન હતા. તેણે હંસિકાની બેસ્ટ ફ્રેન્ડ રિંકી બજાજ સાથે પ્રથમ લગ્ન કર્યા હતા, પરંતુ તે સંબંધ પણ લાંબો ટક્યો નહોતો. હંસિકા અને સોહેલને આ લગ્નથી કોઈ સંતાન નથી.
શું છે ડિવોર્સનું કારણ
કોર્ટમાં સુનાવણી દરમિયાન હંસિકાના વકીલ અદનાન શેખે જણાવ્યું હતું કે લગ્ન બાદ થોડો સમય બંને સાથે રહ્યા હતા, પરંતુ ધીરે ધીરે તેમને અહેસાસ થયો કે તેમના સ્વભાવ, વિચારધારા અને જીવનશૈલીમાં ઘણો મોટો તફાવત છે. નાની-નાની વાતોમાં થતા વિવાદોને કારણે એક જ છત નીચે રહેવું અશક્ય બની ગયું હતું. પરિવારજનો અને મિત્રોએ લગ્ન બચાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ સફળતા મળી નહીં. બંને 2 જુલાઈ 2024થી અલગ રહેતા હતા અને અંતે પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો. ઉલ્લેખનીય છે કે હંસિકાએ છૂટાછેડા લેતી વખતે એલિમની માટે કોઈ પણ પ્રકારનો દાવો કર્યો નથી.
આ પણ વાંચોઃ ડોક્ટર બનવાનું સપનું જોતા વિદ્યાર્થીઓ આનંદો, દેશમાં વધુ 11,682 મેડિકલ સીટ અને 43 નવી કોલેજોને મંજુરી












