‘જીંદગીમાં ક્યારેય કોઈ પ્રોટેસ્ટમાં ભાગ નહીં લઉ…’ ‘ભારત છોડો નોટિસ’ પર ઇમરાન ખાને કોર્ટમાં આપ્યું વચન

Imran Khan FRRO Leave India Notice: બોલિવૂડ એક્ટર ઇમરાન ખાનને ભારત છોડવાની નોટિસ મળી હતી. ફોરેનર્સ રિઝિયોનલ રજીસ્ટ્રેશન ઓફિસ (FRRO) ના ‘લીવ ઇન્ડિયા નોટિસ’ વિરુદ્ધ બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન એક્ટર ઇમરાન ખાને અદાલત સમક્ષ વચન આપ્યું છે કે તેઓ ભવિષ્યમાં કોઈ પણ વિરોધ પ્રદર્શનમાં સામેલ થશે નહીં.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ચીફ જસ્ટિસ એમ.સી. ત્રિપાઠી અને જસ્ટિસ અદ્વૈત સેઠનાની બેંચે અગાઉ જ આ નોટિસ પર સ્ટે આપ્યો હતો. સુનાવણી દરમિયાન ઇમરાન ખાનના વરિષ્ઠ વકીલ વેંકટેશ ધોંડે અરજીનો હવાલો આપતા જણાવ્યું હતું કે, એક્ટરનો કોઈ વિરોધ પ્રદર્શન કરનાર સંગઠન સાથે કોઈ સંબંધ નથી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, ઇમરાન ખાન પાસે યુએસ પાસપોર્ટ (US Passport) અને ઓસીઆઈ (OCI Card) છે. તેમનો જન્મ અમેરિકામાં થયો હોવાથી ત્યાંની નાગરિકતા છે, પરંતુ તેમનું આખું જીવન ભારતમાં જ વિત્યું છે.
“હું કોઈ પણ પ્રોટેસ્ટમાં ભાગ નહીં લઉં”
ઇમરાન ખાનના વકીલે અદાલતમાં જણાવ્યું હતું કે, “હું અદાલતને અંડરટેકિંગ (અન્ડરટેકિંગ) આપવા તૈયાર છું કે હું આગળ કોઈ પણ વિરોધ પ્રદર્શનમાં સામેલ નહીં થાઉં.”
આ પણ વાંચોઃ રાહુલ ગાંધીનો PM મોદી પર મોટો પ્રહાર: વિદેશી મદદથી સત્તામાં હોવાનો લગાવ્યો આરોપ
હાઇકોર્ટની કડક ટિપ્પણી
આ મામલે બેંચે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, “આરોપો ખૂબ જ ગંભીર છે. તમે OCI કાર્ડ હોલ્ડર છો અને ભારતીય નાગરિકની જેમ વર્તન કરી શકતા નથી. તમને વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાનો કોઈ અધિકાર નહોતો.” અદાલતે એવો પણ સવાલ કર્યો હતો કે જો તમે બાળપણથી અહીં રહી રહ્યા છો અને બોલિવૂડ સ્ટાર બની ચૂક્યા છો, તો ભારતીય નાગરિકતા કેમ સ્વીકારી લેતા નથી?
કોર્ટે આદેશ આપ્યો હતો કે OCI કાર્ડ હોલ્ડર હોવાના નાતે તેમણે અદાલતમાં લેખિત અંડરટેકિંગ આપવું પડશે.
આ પણ વાંચોઃ અમ્પાયરના નિર્ણય સામે દલીલ કરવી પડી ભારે, ICCએ બે દિગ્ગજોને ફટકાર્યા












