ગુજરાત

મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવ પર અકસ્માત : વાસ્તુ પુજન માટે જઈ રહેલા પરિવારને કાળનો ભેટો, ત્રણના મોત

મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર જાણે અકસ્માતના બનાવો સામાન્ય થઈ ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે. જેમાં પંચમહાલના કાલોલના ભાટપુરા પાસે મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક અજાણ્યા વાહને કારને ટક્કર મારી હતી, જેમાં એક પરિવારના 3 લોકોનું મોત થયું હતું. જ્યારે એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું. આ અગાઉ પણ 27 એપ્રિલના રોજ આજ વિસ્તારમાં વડોદરાના તાંદલજાના મુસ્લિમ ખીંચી પરિવારની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા.

પરિવાર વાસ્તુપુજન માટે જતો હતો ત્યારે અજાણ્યા વાહને મારી ટક્કર

મળતી માહિતી અનુસાર, સુરતમાં કેટરિંગના વ્યવસાય ઘરાવતા પંડ્યા પરિવાર 8મેના રોજ નવા ઘરનું વાસ્તુપુજન હોવાથી કારમાં વતન મહિસાગરના મુડાવડેખ જવા નિકળ્યા હતા તે સમયે કાલોલના ભાટપુર ખાતે એક અજાણ્યા વાહને કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારના આગળના ભાગના ભુક્કા બોલી ગયા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ અકસ્માતમાં પંડ્યા પરિવારના હેમંતભાઈ પંડ્યા (ઉં.વ. 44) તેમના પત્ની, કિંજલબેન પંડ્યા (ઉં.વ. 42) અને પુત્ર આયુષ પંડ્યા (ઉં.વ. 17)નું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે જ્યારે તેમની 14 વર્ષની પુત્રી જૈની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. આ ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં કાલોલ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. અકસ્માતના ક્યા કારણોસર સર્જાયો તે અંગે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :  બ્રાઝીલમાં ભયાનક પ્લેન ક્રેશ: બિલ્ડિંગ સાથે અથડાતા પાયલોટ-કો-પાયલોટના મોત, Video વાયરલ

Back to top button