બ્રાઝીલમાં ભયાનક પ્લેન ક્રેશ: બિલ્ડિંગ સાથે અથડાતા પાયલોટ-કો-પાયલોટના મોત, Video વાયરલ

Horrific plane crash in Brazil: બ્રાઝીલમાંથી એક મોટો અકસ્માત સામે આવ્યો છે, જ્યાં એક નાનું વિમાન (Light Aircraft) અચાનક રહેણાંક બિલ્ડિંગ સાથે અથડાયું હતું. આ ભયાનક Plane Crash બ્રાઝીલના Belo Horizonte શહેરમાં બન્યો હતો, જેના કારણે વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. ઘટનાના Video સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
માહિતી અનુસાર, વિમાન બિલ્ડિંગના સીડીના ભાગ સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં Pilot અને Co-Pilotના મોત થયા છે, જ્યારે વિમાનમાં સવાર અન્ય 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તેમને તરત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલુ છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું કે બિલ્ડિંગમાં રહેલા લોકો સુરક્ષિત છે અને ઇમારત ધરાશાયી થવાનો કોઈ તાત્કાલિક ખતરો નથી. જોકે અકસ્માત બાદ બચાવ કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી હતી અને રહેવાસીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
Small Aircraft Crashes Into Building in Belo Horizonte
Emergency crews are responding in Belo Horizonte after a plane struck a structure injuries and casualties remain unconfirmed as the situation develops. #WashingtonEye pic.twitter.com/LWiNMzARXg
— Washington Eye (@washington_EY) May 4, 2026
આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી હોવા છતાં, આ Plane Crashએ હવાઈ સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. નિષ્ણાતોની ટીમ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને અકસ્માતના કારણો જાણવા પ્રયત્ન થઈ રહ્યો છે.
આ પહેલા પણ United Statesના Texas રાજ્યમાં એક નાના વિમાનનો અકસ્માત થયો હતો, જેમાં 5 લોકોના મોત થયા હતા. આ સતત બનતા હવાઈ અકસ્માતો સુરક્ષા વ્યવસ્થાઓ પર સવાલો ઉભા કરી રહ્યા છે.
આ પણ વાંચો : પશ્ચિમ બંગાળમાં BJPની ઐતિહાસિક જીત: માઇક્રો મેનેજમેન્ટથી લઈને ગ્રાઉન્ડ સ્ટ્રેટેજી સુધીના મોટા કારણો











