રાજસ્થાનના જોધપુરમાં અકસ્માત, ગુજરાતના 6 યાત્રાળુઓના મોત

- કેટલાકની હાલત હજુ ગંભીર માનવામાં આવી રહી છે
- ટેમ્પો ટ્રાવેલરમાં રામદેવરા જતા હતા યાત્રાળુઓ
- તમામ યાત્રાળુઓ અમદાવાદ જિલ્લાના વતની
રાજસ્થાનના જોધપુરમાં ગમખ્વાર અકસ્માતમાં ગુજરાતના 6 યાત્રાળુઓના મોત થયા છે અને 10થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. બાલેસર વિસ્તારના ખારી બેરી ગામ નજીક ટ્રેલર અને ટેમ્પો ટ્રાવેલર વચ્ચે અકસ્માત થયો હતો. ટેમ્પો ટ્રાવેલરમાં ગુજરાતના યાત્રાળુઓ રામદેવરા દર્શન માટે જઈ રહ્યાં હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે જોધપુરની MDM હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
કેટલાકની હાલત હજુ ગંભીર માનવામાં આવી રહી છે
પ્રાથમિક અનુમાન અનુસાર ટ્રેલર ચાલકે નિયંત્રણ ગુમાવ્યા બાદ સામેથી આવતા ટેમ્પો ટ્રાવેલર સાથે ટકરાયું હતું. કેટલાકની હાલત હજુ ગંભીર માનવામાં આવી રહી છે. પોલીસ દ્વારા અકસ્માતની તપાસ હાથ ધરવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ભક્તો વાર્ષિક મેળા માટે રામદેવરા મંદિર જઈ રહ્યા હતા
ગુજરાતના અમદાવાદ જિલ્લાના ભક્તો વાર્ષિક મેળા માટે રામદેવરા મંદિર જઈ રહ્યા હતા. ટેમ્પોમાં મહિલાઓ અને વૃદ્ધો સહિત કુલ 15-20 ભક્તો હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વળાંક પર ટ્રેલર ચાલકે કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે સામેથી આવી રહેલા ટેમ્પો સાથે સામસામે અથડાઈ ગઈ. ટક્કર બાદ ટ્રેલર રસ્તાની બાજુમાં પલટી ગયું, જ્યારે ટેમ્પોના આગળના ભાગને ભારે નુકસાન થયું. મૃતકોની ઓળખ ગુજરાતના રહેવાસી તરીકે થઈ છે. ઘાયલોમાંથી ઘણાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જેમને માથા અને છાતીમાં ઈજા થઈ છે.
મૃત્યાંક – લક્ષ્મીબાઈ (48), છોટુભાઈ (35), નવ્યા (3), ભૂપત સિંહ (40), કાશિયા બાઈ (60), મેષભાઈ (52),
ઈજાગ્રસ્ત – ગવરી (10), નિકિતા (13), ઉમા (6), આશુ બેહન (65), અર્જુન (17), હર્ષિત (3), આસિફ (15), કપિલા (60), પ્રિયા (14), હિંમત સિંહ (62), અનિલ (13), વીરા (8), અરખ (65), અનુરાધા (18), કાલુ સિંહ (40).
આ પણ વાંચો: રાજ્યમાં અનુસૂચિ પાંચનો અમલ નહીં થાય તો નેપાળવાળી… ધારાસભ્ય ચૈતર વસાવા












