કચ્છ - સૌરાષ્ટ્ર

કંડલા પોર્ટમાં ટ્રકના 197 ફેરાદિઠ રૂપિયા 50 માગ્યા અને કસ્ટમનો હવાલદાર પકડાયો એસીબીના સકંજામાં

ભુજ. 19 જુન 2025: Kandala Port Bribe દેશના નંબર વન મહાબંદરગાહની અંદર બહાર આવવા જવાના ફેરાદિઠ લાંચ માગનારો કસ્ટમનો હવાલદાર લાંચ રૂશ્વત વિરોધી ખાતાના અધિકારીઓના હાથે ઝડપાઇ ગયો છે.

૧૯૭ ટ્રકોની ટ્રીપના કુલ ૯૮૫૦ માગ્યા

આ મામલે જાગૃત નાગરિકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેની કંપનીનો માલ કંડલા બંદરેથી મોકલાતો હોવાથી ટ્રક અંદર બહાર અવર જવર કરતી હતી. દરમિયાન,  દિન દયાલ કંડલા પોર્ટના ગેટ ઉપરના, હેડ હવલદાર  કસ્ટમ વર્ગ-૩ જિગ્નેશ કેશવજી બળીયાએ કંપનીના એક ટ્રક ગેટ પરથી બહાર કાઢવાના રૂપીયા ૫૦/- લેખે કુલ-૧૯૭ ટ્રકોની ટ્રીપના કુલ ૯૮૫૦ માગ્યા હતા.

પંચની હાજરીમાં પકડી લેવાયો 

લાંચની રકમ ફરિયાદી આપવા ઇચ્છતા ન હોવાના કારણે  એ.સી.બી. ગાંધીધામનો સંપર્ક કર્યો હતો.  ફરિયાદના આધારે લાંચનું છટકું ગોઠવાયું હતું.  જેમાં આરોપી જિગ્નેશએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી પંચની હાજરીમાં રૂપીયા-૯૮૫૦/-ની ગેરકાયદે માંગણી કરીને રકમ સ્વીકારી ગુનાહિત ગેરવર્તણુંક આચરી હતી. સાગર સેના હનુમાન મંદિર કંડલાની સામે રોડ ઉપર, કંડલા પોર્ટ, કંડલા તા. જિ.ગાંધીધામ-કચ્છ-(પૂર્વ) ખાતે આ ટ્રેપ એસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.એસ.ચૌધરી અને ટીમે કરી હતી.

આ પણ વાંચો : VIDEO: હું મહિલા ક્રિકેટ રમવા યોગ્ય છુંઃ લિંગ પરિવર્તન કરાવનાર અનાયાએ BCCIને કરી વિનંતી

આ પણ વાંચો : Fastag Pass: ફાસ્ટેગના વાર્ષિક પાસ અંગે તમને મુંઝવતા તમામ પ્રશ્નોના જવાબ આ રહ્યા, જાણો

Back to top button