સ્પોર્ટ્સ

અભિષેક શર્માએ આંતરરાષ્ટ્રીય T20 માં ઇતિહાસ રચ્યો, સૌથી ઝડપી 100 સિક્સર ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો

Abhishek Sharma Fastest 100 T20I Sixes Record: ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન અભિષેક શર્માના પ્લેઇંગ 11 માં સ્થાન અંગે ભલે સવાલો ઉઠી રહ્યા હોય અને તેના સ્થાને વૈભવ સૂર્યવંશીને રમાડવાની માંગ થઈ રહી હોય, પરંતુ તેણે પોતાની તોફાની બેટિંગથી ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે. ચેસ્ટર-લે-સ્ટ્રીટ ખાતે ઇંગ્લેન્ડ સામે રમાયેલી શ્રેણીની પ્રથમ મેચમાં અભિષેકે સિક્સરનો એક અદ્ભુત વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

એવિન લુઇસનો રેકોર્ડ તોડ્યો

આ મેચ પૂર્વે અભિષેકના નામે 98 છગ્ગા હતા. તેણે ઇનિંગ્સની ત્રીજી ઓવરમાં 99 મો અને ત્યારબાદ ચોથી ઓવરમાં સાકિબ મહમૂદના બોલ પર સિક્સર ફટકારીને આંતરરાષ્ટ્રીય T20 માં પોતાના 100 છગ્ગા પૂરા કર્યા હતા. પોતાની 49 મી T20I મેચ રમી રહેલા અભિષેકે માત્ર 785 બોલમાં આ સિદ્ધિ મેળવીને ICC ના પૂર્ણ સભ્ય દેશોમાં સૌથી ઝડપી 100 સિક્સર મારવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા આ રેકોર્ડ વેસ્ટ ઇન્ડીઝના એવિન લુઇસ (789 બોલ) ના નામે હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ સિદ્ધિ મેળવનાર પાંચમો ભારતીય

અભિષેક શર્મા હવે ભારત તરફથી 100 સિક્સર ફટકારનાર પાંચમો બેટ્સમેન બની ગયો છે. આ યાદીમાં રોહિત શર્મા (205) પ્રથમ, સૂર્યકુમાર યાદવ (179) બીજા, હાર્દિક પંડ્યા (126) ત્રીજા અને વિરાટ કોહલી (124) ચોથા ક્રમે છે. આ સાથે જ અભિષેકે ઇંગ્લેન્ડની ધરતી પર માત્ર 20 બોલમાં ફિફ્ટી ફટકારીને નવો કીર્તિમાન સ્થાપ્યો છે. તેણે વર્ષ 2018 માં કેએલ રાહુલે બનાવેલો 27 બોલનો રેકોર્ડ તોડી નાખ્યો છે. કરિયરમાં પાંચમી વખત તેણે 20 કે તેથી ઓછા બોલમાં ફિફ્ટી પૂરી કરી છે.

આ પણ વાંચો: ક્રિકેટમાં અશ્વિનની ધમાકેદાર વાપસી, બન્યા નવી ટીમના કેપ્ટન

Back to top button