“આખો દેશ તારા પર ભરોસો કરે છે…”: કોચ ગંભીરના શબ્દોથી કેવી રીતે બદલાયો તિલક વર્માનો ખેલ?

Tilak Varma On Gautam Gambhir : ભારતને જ્યારે નમન ધીરના રૂપમાં છઠ્ઠી વિકેટ પડી ત્યારે જીતની આશાઓ લગભગ પૂરી થઈ ગઈ હોય તેમ લાગતું હતું. પરંતુ ત્યારબાદ અણનમ 59 રનની ભાગીદારી કરીને તિલક વર્મા અને નીતિશ કુમાર રેડ્ડીએ ભારતને એક યાદગાર જીત અપાવી દીધી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ક્રાઈસ્ટચર્ચના હેગલે ઓવલ ખાતે રમાયેલી બીજી T20 મેચમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને પાંચ મેચોની શ્રેણીમાં 2-0ની મજબૂત સરસાઈ મેળવી લીધી છે. ન્યૂઝીલેન્ડ દ્વારા આપવામાં આવેલા 181 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતે રોમાંચક રીતે મેચ પોતાના નામે કરી લીધી હતી.
એક સમયે ટીમ ઈન્ડિયાની 5 વિકેટ ઝડપથી પડી ગઈ હતી અને મેચ મુશ્કેલ સ્થિતિમાં હતી. આવા સમયે યુવા બેટ્સમેન તિલક વર્માએ પોતાની શાનદાર અને સમજદારીભરી ઈનિંગ્સથી હારેલી બાજી પલટી નાખી. તિલક વર્માની આ ઈનિંગ્સના ચારેય તરફ વખાણ થઈ રહ્યા છે.
ડ્રેસિંગ રૂમની વાતચીત અને ગૌતમ ગંભીરની સલાહ
મેચ બાદ તિલકે પોતાની આ દમદાર ઈનિંગ્સ અને ડ્રેસિંગ રૂમની અંદર થયેલી તે વાતચીતનો ખુલાસો કર્યો, જેણે મેદાન પર તેમનો ઉત્સાહ વધાર્યો હતો. હેડ કોચ ગૌતમ ગંભીર સાથે થયેલી વાતચીત અંગે વાત કરતી વખતે તે થોડો ભાવુક નજરે પડ્યો હતો.
પ્લેયર ઓફ ધ મેચ બન્યા બાદ તિલક વર્માએ ભાવુક અંદાજમાં જણાવ્યું કે જ્યારે ટીમની સતત વિકેટો પડી રહી હતી, ત્યારે તેના મગજમાં શું ચાલી રહ્યું હતું. તિલકે ખુલાસો કર્યો કે મેચ પહેલા મારી વાત કોચ ગૌતમ ગંભીર સર અને સીતાંશુ કોટક સર સાથે થઈ હતી.
આ પણ વાંચોઃ Jio IPOએ મચાવી ધમાલ! એકસાથે તોડ્યા 12થી વધુ રેકોર્ડ
તેમણે મને એક જ વાત કહી હતી કે, “અમે બધા તારા પર અને આખું દેશ તારા પર ભરોસો કરે છે. જો તું અંત સુધી ક્રીઝ પર ટકી રહ્યો તો મેચ જીતાડીને જ પાછો ફરીશ.” બસ આ જ વાત મારા મગજમાં ચાલી રહી હતી અને હું રમતને શક્ય હોય તેટલી અંત સુધી લઈ જવા માગતો હતો.
હૈદરાબાદના છોકરાઓએ મેદાનમાં જમાવ્યો રંગ
તિલકે નમન ધીર સાથે થયેલી ભાગીદારીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે પીચ થોડી ધીમી હતી, તેથી તેણે અને નમને સ્પિનરો સામે બાઉન્ડ્રી મારવાની સાથે-સાથે દોડીને રન ચોરવાની વ્યૂહરચના બનાવી હતી. તેણે કહ્યું કે તેણે અને નમને 4-5 વાર બે-બે રન લીધા, જે ટીમ માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થયા.
ત્યારબાદ અંતમાં નીતિશ કુમાર રેડ્ડી સાથે મળીને તેણે મેચ ફિનિશ કરી. તિલકે હસતા કહ્યું કે આજે મેદાન પર હૈદરાબાદના છોકરાઓ (નીતિશ અને તે પોતે) નો જલવો જોવા મળ્યો, અને તેને ખૂબ ખુશી છે કે તેઓ ટીમને જીત અપાવી શક્યા.
આ પણ વાંચોઃ કચેરીઓના ધક્કા ઘટશે, ડિજિટલ પ્રમાણપત્રો પર જ સરકારી રાઉન્ડ સિક્કો!











