
અમદાવાદ 28 જૂન 2025: વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં DNA ટેસ્ટથી ૨૫૪ અને ચહેરાથી ૬ એમ કુલ ૨૬૦ મૃતકોની ઓળખ થઇ ચુકી છે, જે તમામ પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા છે.
આરોગ્ય મંત્રીએ આ ક્ષણે સમગ્ર ઘટના બાદની કામગીરી અને સુપેરે વ્યવસ્થાપન કરનાર આરોગ્ય કર્મીઓ, પોલીસ કર્મીઓ,FSL, AMCની ટીમ , સ્વયં સેવકો સહિતના તમામ લોકોનો આભાર માન્યો હતો.
આ તમામ વિભાગોના સંકલનના પગલે DNA મેચ અને પાર્થિવ દેહ સોંપણીની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ ઝડપી થઈ શકી છે તેમ મંત્રીએ જણાવીને આ તમામ લોકોને અભિનંદન પણ પાઠવ્યા હતા.
વધુ વિગતો આપતા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ઓળખાયેલા ૨૬૦ મૃતકોમાં ૧૮૧ ભારતના નાગરિક, ૭ પોર્ટુગલના, ૫૨(બાવન) બ્રિટિશ નાગરિક, એક કેનેડિયન તેમજ ૧૯ નોન પેસેન્જરનો સમાવેશ થાય છે. ૨૬૦ પાર્થિવ દેહમાંથી ૩૧ હવાઇ માર્ગે (બાય એર) અને ૨૨૯ રોડ માર્ગે (બાય રોડ) મોકલવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યું કે, ૨૫૪ મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, જેમાંથી ૨૪૧ પેસેન્જર અને ૧૩ નોન પેસેન્જર છે. કુલ ૧૯ નોન પેસેન્જરના પાર્થિવ દેહ સોંપાયા જેમાં ૧૩ની ઓળખ DNA રિપોર્ટથી અને ૬ ની ઓળખ ચેહેરાથી કરાઈ છે.
આ પણ વાંચો: પાસ મિટીંગ વિવાદઃ હાર્દિક પટેલ સહિત ઘણા મુખ્ય કન્વિનરોને આમંત્રણ નહીં?












