નેશનલ

અમૃતપાલ સિંહની નવી તસવીર સામે આવી, મોટર વાહનમાં બાઇક લઈને જતો જોવા મળ્યો

વારિસ પંજાબ દે પ્રમુખ અને ખાલિસ્તાન તરફી ભાગેડુ અમૃતપાલ સિંહની વધુ એક તસવીર સામે આવી છે, જેમાં તે મોટર વાહન પર બેઠેલો જોવા મળી રહ્યો છે. આ જ મોટર વાહન પર એક બાઇક પણ દેખાય છે. એવું માનવામાં આવે છે કે તેની બાઇકમાં પેટ્રોલ ખુટી ગયું હશે અથવા તો બાઈક ખરાબ થઈ ગઈ હશે.

અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે જાલંધર પોલીસે તે બાઇકને જપ્ત કરી લીધી છે જેમાંથી અમૃતપાલ ભાગી ગયો હતો. જલંધર ગ્રામીણ એસએસપી સ્વર્ણદીપ સિંહે જણાવ્યું કે જ્યારે પોલીસ તેનો પીછો કરી રહી હતી ત્યારે અમૃતપાલ એક ગુરુદ્વારામાં ગયો હતો અને ગ્રંથીને તેને કપડાં આપવા દબાણ કર્યું હતું. તે ત્યાં 40-45 મિનિટ સુધી રોકાયો હતો. આ પછી તે બાઇક મંગાવીને ભાગી ગયો હતો. એસએસપી સ્વર્ણદીપ સિંહે બાઇક જપ્ત કરવાની માહિતી આપી છે.

મંગળવારે (21 માર્ચ) પોલીસે સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા હતા. અમૃતપાલ સિંહ તેના કપડાં બદલીને અને ગુલાબી પાઘડી પહેરીને બાઇક પરથી ભાગી ગયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. તસવીર જાહેર કરતી વખતે પોલીસે લોકોને અપીલ કરી હતી કે જો ફરાર અમૃતપાલ ક્યાંય જોવા મળે તો તરત જ માહિતી આપવામાં આવે.

આ પણ વાંચો : દિલ્હીમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 2.7ની તીવ્રતા !

Back to top button