ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડ પાસે લાગી આગ, ફાયરની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

Text To Speech

દિલ્હીની AIIMS હોસ્પિટલમાં આગ લાગી હતી.  એન્ડોસ્કોપી રૂમમાં આગ ફાટી નીકળી હતી, જણાવવામાં આવી રહ્યું છે કે તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

AIIMS હોસ્પિટલના એન્ડોસ્કોપી રૂમમાં ભીષણ આગ

રાજધાની દિલ્હીની AIIMS હોસ્પિટલના એન્ડોસ્કોપી રૂમમાં ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મળતી માહિતી મુજબ આગ લાગ્યા બાદ તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આગ લાગ્યા બાદ AIIMS બિલ્ડિંગની ઉપર ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે. હાલ આગ પર કાબુ મેળવી શકાયો નથી. જણાવવામાં આવી રહ્યું છે કે આગ ઈમરજન્સી વિભાગમાં લાગી હતી.

કોઈ જાનહાનિના અહેવાલ નથી

ફાયર કંટ્રોલ રૂમને 11:54 વાગ્યે આગ વિશે જાણ કરવામાં આવી હતી. ફાયર ડોક્ટર અતુલ ગર્ગે આ વાતની પુષ્ટિ કરી છે. ઉપરના માળે આગ લાગી છે અને ત્યાંથી ધુમાડો નીકળી રહ્યો છે. અગ્નિની થોડી જ્વાળા પણ વચ્ચેથી બહાર આવી રહી છે. પરંતુ હજુ સુધી કોઈ જાનહાનિ કે ઈજાઓ વિશે કોઈ માહિતી નથી. જ્યાં આગ લાગી ત્યાં હાજર લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આગ ઓલવવાની કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર, ગુજરાત STમાં કંડક્ટર અને ડ્રાઈવરની 7404 જગ્યાઓ માટે ભરતી

આગ પર  કાબુ મેળવાયો, સર્ચ ઓપરેશન ચાલુ

માહિતી મુજબ, આગ એઈમ્સના બીજા માળે આવેલી ઓપીડી બિલ્ડિંગમાં લાગી છે. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને અંદર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. AIIMSના ડાયરેક્ટરે પુષ્ટિ કરી છે કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

ફાયર વિભાગની અધિકારીએ શું કહ્યું ? 

ફાયર સર્વિસના અધિકારીઓએ જણાવ્યું કે સોમવારે સવારે AIIMSના એન્ડોસ્કોપી રૂમમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતાં જ તમામ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. દિલ્હી ફાયર સર્વિસના એક અધિકારીએ જણાવ્યું કે ઘટનાસ્થળે 6થી વધુ ફાયર એન્જિન મોકલવામાં આવ્યા છે.

 આ પણ વાંચો : અંબાજી ગબ્બર વિસ્તારમાં દીપડો દેખાતા ભારે ચકચાર, શક્તિપીઠ પરિક્રમા માર્ગ કરાયો બંધ

Back to top button