
Ahmedabad News: અમદાવાદમાં વધતા સાયબર ગુનાઓ વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, અમદાવાદમાં માનસી સર્કલ પાસે આવેલી જાણીતી અજય મોદી ટ્રાવેલ્સ કંપની સાથે એક મહિલાએ છેતરપિંડી કરી છે. સેટેલાઇટ પોલીસે 33.87 લાખની છેતરપિંડી મામલે મહિલાની ધરપકડ કરી છે. QR કોડમાં ચાલાકીપૂર્વક ફેરફાર કરીને ટ્રાવેલ્સ કંપની સાથે લાખો રૂપિયાની ઠગાઈ આચરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, ઉન્નતિ પટેલ નામની મહિલાએ જાણીતી ટ્રાવેલ્સ એજન્સી “અજય મોદી ટ્રાવેલ્સ” સાથે છેતરપિંડી આચરી હતી. શરૂઆતમાં તેણે કંપનીની ફ્રેન્ચાઇઝી મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને મંજૂરી ન મળતાં તેણે બુકિંગ પર કમિશનના નામે પોતાનો અલગ વ્યવસાય શરૂ કર્યો હતો. આ દરમિયાન તેણે ગ્રાહકોના બુકિંગ માટે કંપનીના QR કોડને બદલે પોતાના અંગત સેટિંગવાળા QR કોડનો ઉપયોગ કર્યો હતો. ગ્રાહકો જ્યારે પેમેન્ટ કરતા ત્યારે તે રકમ કંપનીના ખાતામાં જવાને બદલે સીધી ઉન્નતિના ખાતામાં જમા થઈ જતી હતી. ઉન્નતિએ ચાલાકીપૂર્વક QR કોડમાં ફેરફાર કરીને એવી વ્યવસ્થા ઉભી કરી હતી કે ગ્રાહકોને તે કોડ કંપનીનો જ લાગતો, પરંતુ પેમેન્ટ સીધું તેના પોતાના બેંક એકાઉન્ટમાં જતું હતું. આ રીતે તેણે વિવિધ ગ્રાહકો પાસેથી કુલ ₹33.87 લાખની રકમ પોતાના ખાતામાં જમા કરાવી લીધી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ મામલે વધુ માહિતી મુજબ, ઉન્નતિ અગાઉ કંપનીમાં કામ કરતી હતી અને તેને બુકિંગ બદલ કમિશન આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ તેણે આ વિશ્વાસનો દુરુપયોગ કરીને પોતાની ‘ઉન્નતિ એન્ટરપ્રાઇઝ’ નામની એકાઉન્ટ બનાવી અને તેમાં જ ગ્રાહકોના પૈસા ટ્રાન્સફર થવાની ગોઠવણ કરી હતી. ટ્રાવેલ્સ કંપનીને જ્યારે હિસાબમાં મોટી રકમની ઘટ જણાઈ ત્યારે આ સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. કંપનીની ફરિયાદના આધારે સેટેલાઇટ પોલીસે તપાસ હાથ ધરી ઉન્નતિ પટેલની ધરપકડ કરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ છેતરપિંડીમાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ અને પડાવેલા નાણાંનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો છે.
વસ્ત્રાપુરમાં માનસી સર્કલ પાસે આવેલી અજય મોદી ટ્રાવેલ્સના આલાપ મોદીની કંપનીમાં ચારેક વર્ષ પહેલા ઉન્નતિ પટેલ (રહે.ગણેશ પરિસર, જગતપુર) નામની યુવતી કામ કરતી હતી. ઉન્નતિએ થોડા સમય પહેલા ટ્રાવેલ્સ કંપનીની ફ્રેન્ચાઇઝીની માંગણી કરી હતી, પરંતુ આલાપ મોદીએ ફ્રેન્ચાઇઝી આપવાની ના પાડી હતી. બુકિંગ આપવા બદલ ઉન્નતિને કમિશન આપવાનું નક્કી કર્યુ હતું, પરંતુ ઉન્નતિએ ગાંધીનગરની કુડાસણ સ્થિત એક બેંકમાં ઉન્નતિ એન્ટરપ્રાઇઝ નામનું એકાઉન્ટ ખોલાવીને QR કોડમાં એવી ગોઠવણ કરી હતી કે, તેમાં અજય મોદી ટ્રાવેલ્સ બતાવવામાં આવતુ હતું. પોલીસ હવે આ દિશામાં તપાસ કરી રહી છે કે આ ફ્રોડમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે નહીં અને આરોપીએ આ રકમનો ઉપયોગ ક્યાં કર્યો છે.
આ પણ વાંચો: Ahmedabad : CMના હસ્તે નવનિર્મિત ફ્લાયઓવરનું લોકાર્પણ, ટ્રાફિકનું ભારણ ઘટશે












