બકરી ચરાવવા ઘરેથી નીકળી 3 છોકરીઓ, પાણી ભરેલા ખાડામાં ડૂબવાથી અવસાન

ઉત્તરપ્રદેશ, 18 જુલાઈ 2025: રામપુર જિલ્લાના બિલાસપુર વિસ્તારમાં પાણીથી ભરેલા ઊંડા ખાડામાં ડૂબી જવાથી ત્રણ સગીર છોકરીઓના અવસાન થયા છે. પોલીસ સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું કે બિલાસપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કોઠા જાગીર ગામમાં બુધવારે સુનિતા (14), ક્રાંતિ (12) અને સંગીતા (12) પોતાના બકરા ચરાવવા માટે ઘરેથી નીકળી હતી. બપોરે લગભગ 12 વાગ્યે, ગામ નજીક રેલ્વે લાઇન પાસે ચરતી વખતે, તેમના બકરા પાણીથી ભરેલા ખાડામાં પડી ગયા. પોતાના પશુઓને બહાર કાઢવાનો પ્રયાસ કરતી વખતે, ત્રણેય છોકરીઓ પાણીમાં પડી ગઈ અને ડૂબી ગઈ. તેમણે જણાવ્યું કે ગ્રામજનોએ તાત્કાલિક છોકરીઓને બહાર કાઢી અને તેમને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા જ્યાં ડોક્ટરોએ ત્રણેયને મૃત જાહેર કર્યા.
અલગ અલગ ઘટનાઓમાં 14 લોકોના અવસાન
અગાઉ ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં વીજળી પડવાથી કુલ 14 લોકોના અવસાન થયા હતા. ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં વરસાદને કારણે 24 કલાકમાં 14 લોકોના અવસાન થયા છે. મળતી માહિતી મુજબ, વીજળી પડવા, ડૂબવા અને સાપના ડંખ સહિત વિવિધ ઘટનાઓમાં આ લોકોનું અવસાન થયું છે. રાહત કમિશનર કાર્યાલય તરફથી મળેલા અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. કાર્યાલયે જણાવ્યું હતું કે મૃતકોના પરિવારોને યોગ્ય વળતર આપવામાં આવશે. મૃત્યુની આ ઘટનાઓ શનિવારે રાત્રે 8 વાગ્યાથી રવિવારે રાત્રે 8 વાગ્યા દરમિયાન નોંધાઈ છે.
કયા જિલ્લામાં કેટલા લોકોના અવસાન થયા?
ગોરખપુરમાં વીજળી પડવાથી 2 લોકોનું અવસાન થયું.
જૌનપુરમાં વીજળી પડવાથી 1નું અવસાન
રાયબરેલીમાં વીજળી પડવાથી 1નું અવસાન
ચંદૌલીમાં વીજળી પડવાથી 1નું અવસાન
કુશીનગરમાં વીજળી પડવાથી 1નું અવસાન
કાનપુર દેહાતમાં વીજળી પડવાથી 1નું અવસાન
ચિત્રકૂટમાં ડૂબવાની ઘટનાઓમાં 2 લોકોનું અવસાન
બાંદામાં ડૂબવાથી 1 વ્યક્તિનું અવસાન
ગાઝીપુરમાં સાપ કરડવાથી 2 લોકોનું અવસાન
ચંદૌલીમાં સાપ કરડવાથી 1નું અવસાન
પ્રતાપગઢમાં સાપ કરડવાથી 1નું અવસાન
આ પણ વાંચો : શહેરી ઉપભોક્તાઓ મૂલ્ય શોધી રહ્યા છે ત્યારે ગ્રામીણ ભારત બ્રાંડ પ્રત્યે સતર્ક બન્યુ












