રાજ્યમાં 20 સિનિયર ક્લાર્કને આપવામાં આવી બઢતી, જુઓ યાદી

ગાંધીનગર, તા.6 જુલાઈ, 2025: રાજ્યમાં 20 સિનિયર ક્લાર્કને બઢતી આપવામાં આવી હતી. શ્રીમતિ નયનાબેન અમિતકુમાર ચાવડાની પશુપાલન નિયામનકની કચેરી, ગાંધીનગર (હિસાબી શાખા)થી પશુપાલન નિયામકની કચેરી-ગાંધીનગરમાં ઓડીટ સેલ-001માં બઢતીથી ખાલી પડેલી જગ્યાએ નિમણૂક કરવામાં આવી હતી. આશિષભાઈ દિલીપભાઈ કારીયાની મદદનીશ પશુપાલન નિયામકની કચેરી, મરઘાં વિસ્તરણ કેન્દ્ર, શિહોર-ભાવનગરની નાયબ પશુપાલન નિયામકની કચેરી, ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના ભાવનગર ખાતે બઢતી કરવામાં આવી હતી.

અમિતકુમાર શિરીષભાઈ પટેલની મદદનીશ પશુપાલન નિયામકની કચેરી ગૌસંવર્ધન કેન્દ્ર -માંડવી સુરતથી નાયબ પશુપાલન નિયામકની કચેરી ઘનિષ્ઠ મરઘા વિકાસ ઘટક, સુરત ખાતે બઢતી આપવામાં આવી હતી. અંકિતકુમાર ઝવેરભાઈ પટેલની નાયબ પશુપાલન નિયામકની કચેરી, વેટરનિટી પોલિક્લિનિક વલસાડથી નાયબ પશુપાલન નિયામકની કચેરી, વેટરનરી પોલિક્લિનિક, નવસારી ખાતે બઢતી આપવામાં આવી હતી.


આ પણ વાંચોઃ અમદાવાદના બાપુનગરમાં ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ કેન્દ્ર થશે કાર્યરત











