ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ
રાજ્યમાં 7 ચીફ ઓફિસરની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા

ગાંધીનગર, તા. 4 સપ્ટેમ્બર, 2025: ગુજરાત સરકારે ફરી એકવાર રાજ્યની સાત નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની બદલી કરી છે. આ આદેશ તાત્કાલિક અસરથી અમલમાં મૂકવાનો આદેશ આપવામાં આવ્યો છે. ખેડબ્રહ્મા, મહુવા, હારીજ, માણાવદર, શિહોર, કાલોલ અને ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી કરવામાં આવી હતી.
કયા અધિકારીની બદલી થઈ?
- ખેડબ્રહ્માના સાવન રતાણીને હવે સાવરકુંડલામાં મૂકવામાં આવ્યા છે.
- મહુવાના મયુર જોશીને માળિયા મીંયાણાં મોકલવામાં આવ્યા છે.
- હારીજના આશિષ દરજીને સિક્કા નગરપાલિકામાં નિમણૂક મળી છે.
- માણાવદરના યોગેશ ગણાત્રાની ઝાલોદમાં બદલી કરવામાં આવી છે.
- શિહોરના પરાક્રમસિંહ મકવાણાને મહુવામાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.
- કાલોલના મિલાપ પટેલને બાલાસિનોર બદલી કરવામાં આવી છે.
- ડભોઈના જયકિશન તડવીને રાજપીપળામાં નિમણૂક અપાઈ છે.
આ બદલીનો નિર્ણય શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે.













