
Surat : હાલ કિશોરોમાં આપઘાતના કિસ્સા અવાર-નવાર સામે આવતા હોય છે ત્યારે ફરી કિશોરીએ આપઘાત કર્યાનું સામે આવ્યું છે જેમાં સુરતમાં પલસાણા વિસ્તારમાં એક 13 વર્ષની કિશોરીએ ધાબા પરથી પડતું મુકી પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સમગ્ર ઘટનાની વિગત અનુસાર, સુરતના પલસાણાના આંત્રોલી ગામમાં એક 13 વર્ષની કિશોરી બિલ્ડીંગના ધાબા સુવા ગઈ હતી. આ દરમ્યાન કોઈ કારણોસર ધાબા પરથી છલાંગ લગાવી હતી. જેમાં આ કિશોરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જે બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે, સારવાર દરમ્યાન આ કિશોરીનું મોત થયું હતું.
હાલ આ ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ સીસીટીવી ફૂટેજમાં કિશોરી ધાબા પરથી છલાંગ લગાવતી નજરે પડે છે. આ ઘટના અંગે જાણ થતા કડોદરા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, હાલ અનેક કારણોસર નાની ઉંમરના બાળકોમાં આપઘાતના કિસ્સા વધી રહ્યા છે ત્યારે આ કિસ્સો માતા-પિતા સામે લાલબત્તી સમાન છે.
આ પણ વાંચો : અમદાવાદમાં આફ્રિકન દેશોમાંથી આવેલા 11 લોકો હોમ આઈસોલેશનમાં, SVP હોસ્પિટલમાં 60 બેડનો વોર્ડ તૈયાર












