વોટ્સએપની આ 10 સેટિંગ્સ આજે જ બદલી નાખો, સ્કેમર્સ તમને નહીં બનાવી શકે ટાર્ગેટ

WhatsApp privacy settings tips: જો તમે વોટ્સએપનો ઉપયોગ કરો છો તો તમારે કેટલીક ખાસ સેટિંગ્સ તરત જ બદલી દેવી જોઈએ. આજકાલ સ્કેમર્સ વોટ્સએપ યુઝર્સની નાની-નાની બેદરકારીનો ફાયદો ઉઠાવીને મોટી ઠગાઈ અને ફ્રોડ આચરી રહ્યા છે. એટલું જ નહીં, વોટ્સએપ એકાઉન્ટ હેક થવાના કિસ્સા પણ ઝડપથી વધી રહ્યા છે. ચાલો જાણીએ વોટ્સએપની એવી 10 મહત્વપૂર્ણ સેટિંગ્સ વિશે જે તમારે આજે જ બદલી લેવી જોઈએ.
ભારતમાં વોટ્સએપ સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ છે. કરોડો યુઝર્સ દરરોજ આ એપનો ઉપયોગ કરે છે. આ એપ ખૂબ જ ઉપયોગી છે, પરંતુ એક નાનકડી ભૂલ તમારા માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. ઘણીવાર તમારો પર્સનલ ડેટા લીક થઈ રહ્યો હોય છે અને તમને ખબર પણ નથી હોતી. તમારી પ્રોફાઈલ ફોટો, લાસ્ટ સીન, ઓનલાઈન સ્ટેટસ કે ચેટ્સ એવી વિગતો દર્શાવે છે જેને તમે કદાચ જાહેર કરવા માંગતા ન હોવ.
સારી વાત એ છે કે, વોટ્સએપમાં એવી કેટલીક સેટિંગ્સ છે, જેને બદલીને તમે તમારી પ્રાઈવસી અને સિક્યોરિટીને પહેલા કરતા વધુ મજબૂત બનાવી શકો છો.
1. Last Seen અને Online Status ને સંતાડો (Hide)
જો દરેક વ્યક્તિ જોઈ શકે છે કે તમે ક્યારે ઓનલાઈન આવ્યા હતા, તો તમારી પ્રાઈવસી જોખમાય છે.
કેવી રીતે બદલવું: Settings > Privacy > Last Seen & Online પર જાઓ.
અહીં તમે નક્કી કરી શકો છો કે તમારું લાસ્ટ સીન અને ઓનલાઈન સ્ટેટસ કોણ જોઈ શકે.
2. Profile Photo બધા માટે ખુલ્લી ન રાખો
ઘણા લોકો પોતાની પ્રોફાઈલ ફોટો ‘Everyone’ રાખે છે. અજાણ્યો વ્યક્તિ જેનો નંબર સેવ ન હોય તે પણ તમારી ફોટો જોઈ શકે છે. આજકાલ સ્કેમર્સ ફોટોઝનો દુરુપયોગ કરીને ડીપફેક વીડિયો બનાવી બ્લેકમેલિંગ કરે છે.
કેવી રીતે બદલવું: Settings > Privacy > Profile Photo માં જઈને My Contacts પસંદ કરો.
3. About સેક્શનને પ્રાઈવેટ રાખો
તમારું અબાઉટ (About) સેક્શન પણ દરેકને દેખાઈ શકે છે. જો તેમાં તમારી ઓફિસ, શહેર કે અંગત માહિતી લખેલી હોય તો તેને પણ ફક્ત ‘My Contacts’ સુધી જ સીમિત રાખો.
4. Read Receipts બંધ કરવી છે?
જો તમે ઈચ્છો છો કે સામે વાળાને ખબર ન પડે કે તમે મેસેજ વાંચ્યો છે કે નહીં, તો પ્રાઈવસીમાં જઈને Read Receipts ને Off કરી દો. ધ્યાનમાં રાખો કે આનાથી તમે પણ અન્ય લોકોનું બ્લુ ટિક (Blue Tick) જોઈ શકશો નહીં.
5. અજાણ્યા લોકોને ગ્રુપમાં એડ કરતા રોકો
આજકાલ સ્કેમર્સ વોટ્સએપ ગ્રુપ દ્વારા લોકો સુધી પહોંચે છે. તેથી પ્રાઈવસીમાં આવેલા Groups ઓપ્શનમાં જઈને My Contacts સિલેક્ટ કરો. આનાથી કોઈ પણ અજાણ્યો શખ્સ તમને ગ્રુપમાં સીધો એડ કરી શકશે નહીં.
6. Chat Lock નો ઉપયોગ કરો
જો તમારો ફોન ઘરમાં બીજા લોકો પણ વાપરતા હોય તો ચેટ લોક ખૂબ કામનું ફીચર છે. જે ચેટને લોક કરવી હોય તે ચેટ ઓપન કરી કોન્ટેક્ટ નેમ પર ટેપ કરો. ત્યાં Chat Lock ઓપ્શન ઓન કરી દો. હવે તે ચેટ ફિંગરપ્રિન્ટ કે ફેસ અનલોક વિના ખુલશે નહીં.
7. Two-Step Verification જરૂર ચાલુ કરો
આ સૌથી મહત્વપૂર્ણ સિક્યોરિટી ફીચર્સમાંથી એક છે. જો કોઈ તમારું સિમ કાર્ડ મેળવી લે તો પણ તે તમારા વોટ્સએપ સુધી પહોંચી શકશે નહીં.
કેવી રીતે ઓન કરવું: Settings > Account > Two-step verification ઓન કરીને ૬ ડિજિટનો પિન બનાવી લો.
8. Linked Devices નિયમિત ચેક કરતા રહો
ઘણા લોકો WhatsApp Web નો ઉપયોગ કરીને લોગઆઉટ કરવાનું ભૂલી જાય છે. આવી સ્થિતિમાં અન્ય કોઈ તમારા એકાઉન્ટનો એક્સેસ મેળવી શકે છે. તેથી સમયાંતરે Linked Devices ની યાદી ચેક કરો. કોઈ પણ અજાણ્યું ડિવાઈસ દેખાય તો તરત જ Log Out કરી દો.
9. Live Location સમયસર બંધ કરો
જો તમે કોઈની સાથે લાઈવ લોકેશન શેર કર્યું હોય તો સમય પૂરો થતાં તેને બંધ કરવાનું ભૂલશો નહીં. જે ચેટમાં લોકેશન મોકલ્યું હતું ત્યાં જઈને *Stop Sharing* કરી દો.
10. Privacy Checkup પૂર્ણ કરો
વોટ્સએપમાં હવે Privacy Checkup નામનું ફીચર મળે છે. સેટિંગ્સમાં પ્રાઈવસી ઓપ્શનમાં જઈને આ ચેકઅપ રન કરો અને આપેલી માર્ગદર્શિકા મુજબ તમારી સુરક્ષા સેટિંગ્સ અપડેટ કરી લો.
આ પણ વાંચોઃ ડાયાબિટીસ દરમ્યાન પગનું ખાસ ધ્યાન રાખવું, જાણો શું છે કારણ
આ પણ વાંચોઃ શું AI થયી રહ્યું છે બેકાબૂ? ઓલ્ટમેનની ચેતવણી બાદ 1,100 નિષ્ણાતોએ ટ્રમ્પનો સંપર્ક કર્યો
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












