ઝુબીન ગર્ગના મેનેજર-ઓર્ગેનાઈઝરની ધરપકડ, સિંગરના મૃત્યુ મામલે થશે પૂછપરછ

- કાર્યક્રમના આયોજક મહંતની મંગળવારે રાત્રે સિંગાપોરથી પરત ફર્યા બાદ દિલ્હી એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી
1 ઓક્ટોબર, 2025, ગુવાહાટીઃ આસામ પોલીસે બુધવારે પ્રખ્યાત ગાયક ઝુબીન ગર્ગના મૃત્યુના સંદર્ભમાં બે મોટી ધરપકડ કરી હતી. નોર્થ ઈસ્ટ ઈન્ડિયા ફેસ્ટિવલના આયોજક શ્યામકાનુ મહંત અને ઝુબીન ગર્ગના મેનેજર Zubin Garg’s manager સિદ્ધાર્થ શર્માને સિંગાપોરમાં સિંગરના મૃત્યુના સંદર્ભમાં 14 દિવસ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે. આ કેસમાં બંનેની પૂછપરછ કરવામાં આવશે.
આસામ સીઆઈડીની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ આ કેસની તપાસ કરી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કાર્યક્રમના આયોજક મહંતની મંગળવારે રાત્રે સિંગાપોરથી પરત ફર્યા બાદ દિલ્હી એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન શર્માની ગુરુગ્રામ ટોલ પ્લાઝા પરથી ધરપકડ કરવામાં આવી હતી.
અહેવાલો અનુસાર સિદ્ધાર્થ શર્મા રાજસ્થાનમાં નજર રખાઈ રહી હતી, પરંતુ 25 સપ્ટેમ્બરના રોજ તેણે પોતાનું સિમ કાર્ડ બદલીને પોલીસને ચકમો આપ્યો હતો. જોકે થોડા દિવસોમાં પોલીસે તેને ફરીથી શોધી કાઢ્યો અને સોમવારે વહેલી સવારે તેની ધરપકડ કરી હતી. તેની પાસેથી ઝુબીન ગર્ગનો મોબાઇલ ફોન પણ મળી આવ્યો હતો.
ધરપકડ બાદ બંનેને પોલીસ કસ્ટડીમાં ગુવાહાટી લાવવામાં આવ્યા હતા અને સીધા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના નિવાસસ્થાને રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે બંનેને 14 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા હતા.
ઝુબીન ગર્ગના મૃત્યુની તપાસ
52 વર્ષીય ઝુબીન ગર્ગનું 19 સપ્ટેમ્બરના રોજ સિંગાપોરના લેઝારસ આઈલેન્ડ પર અવસાન થયું હતું. સિંગર નોર્થ ઈસ્ટ ઈન્ડિયા ફેસ્ટિવલમાંપર્ફોર્મ કરવા માટે સિંગાપોર પહોંચ્યા હતા, પરંતુ કાર્યક્રમ પહેલા જ તેમનું અવસાન થયું હતું. પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે ગર્ગનું સ્કુબા ડાઈવિંગ કરતી વખતે મૃત્યુ થયું હતું, જોકે તેમની પત્ની ગરિમા સૈકિયાએ મૃત્યુને બેદરકારી ગણાવી હતી.
#WATCH | Assam | Zubeen Garg death case | Shyamkanu Mahanta and Siddharth Sharma were arrested by Assam police in Singapore and have been brought to Guwahati.
Shyamkanu Mahanta was the main organiser of the North East India Festival in Singapore, who took singer Zubeen Garg to… pic.twitter.com/Mvt37elAuz
— ANI (@ANI) October 1, 2025
મૃત્યુની તપાસ અંગે ઉભા થયા પ્રશ્નો, ચાહકોમાં ગુસ્સો
સિંગાપોરના ફોરેન્સિક રિપોર્ટમાં મૃત્યુનું કારણ ડૂબી જવું હોવાનું જણાવાયું હતું, પરંતુ આસામમાં જાહેર આક્રોશ અને શંકાસ્પદ સંજોગોને કારણે બીજી વખત પોસ્ટમોર્ટમ કરાયું હતું. આસામ સરકારે 10 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની પણ રચના કરી છે.
ઝુબીન ગર્ગ આસામમાં ખૂબ જ લોકપ્રિય વ્યક્તિ હતા. તેમના મૃત્યુથી સમગ્ર રાજ્યમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. 23 સપ્ટેમ્બરના રોજ તેમના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા, જેમાં લાખો ચાહકો હાજર રહ્યા હતા. લોકોએ હવે તેમના મૃત્યુ માટે તપાસની માંગ કરી છે.
આ પણ વાંચોઃ સમય સૌનો બદલાય છે, ધીરજ રાખો: એક સમયે સાયકલ પર સ્કૂલે જતી, આજે કરોડોની કારમાં ફરે છે ચહલની ગર્લફ્રેન્ડ












