ઝેલેન્સકીનો મોટો દાવો, ‘રશિયાએ ઈરાનને અમેરિકી એરબેઝની સેટેલાઈટ તસવીરો આપી’
Zelensky claims: યુક્રેનના રાષ્ટ્રપતિ Volodymyr Zelenskyyએ એક મહત્વપૂર્ણ દાવો કર્યો છે, જેમાં જણાવ્યું છે કે Russiaએ Iranને અમેરિકી સૈનિક ઠેકાણાની ઉપગ્રહ તસવીરો આપી હતી, જેના કારણે હુમલો વધુ સચોટ બન્યો.
અહેવાલ મુજબ, સાઉદી અરેબિયામાં આવેલ પ્રિન્સ સુલતાન એરબેઝ પર ઈરાને કરેલા હુમલા પહેલા રશિયન ઉપગ્રહોએ અનેક વખત તસવીરો લીધી હતી. જણાવ્યા પ્રમાણે 20, 23અને 25 માર્ચના રોજ આ વિસ્તારની તસ્વીરો લેવામાં આવી હતી અને ત્યારબાદ 26 માર્ચે ઈરાને હુમલો કર્યો હતો.
આ હુમલામાં ઈરાન દ્વારા બેલિસ્ટિક મિસાઇલ અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે અમેરિકી સૈનિકોને ઇજા પહોંચી હતી. અલગ અલગ અહેવાલો અનુસાર 10થી 15 સૈનિકો ઘાયલ થયા હતા, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.
ઝેલેન્સ્કીએ જણાવ્યું કે આ માહિતી તેમને તેમના દેશની ગુપ્તચર એજન્સીઓ દ્વારા મળી હતી. તેમના કહેવા મુજબ, રશિયા દ્વારા વારંવાર લેવામાં આવતી ઉપગ્રહ તસવીરો ઘણી વખત સૈન્ય કાર્યવાહીનો સંકેત આપે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
તેમણે વધુમાં જણાવ્યું કે જો એક વખત તસવીર લેવામાં આવે તો તે તૈયારી હોય છે, બીજી વખત લેવામાં આવે તો તે અભ્યાસ સમાન હોય છે અને ત્રીજી વખત લેવામાં આવે તો નજીકના સમયમાં હુમલો થવાનો સંકેત હોય છે.
જોકે આ દાવા અંગે સીધા પુરાવા જાહેર કરવામાં આવ્યા નથી અને આ માહિતી કેવી રીતે મેળવી તે અંગે સ્પષ્ટતા પણ કરવામાં આવી નથી. તેમ છતાં આ દાવાથી આંતરરાષ્ટ્રીય રાજકીય તણાવ વધુ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : રેમન્ડના પૂર્વ ચેરમેન વિજયપત સિંઘાનિયાનું અવસાન, ઉદ્યોગ જગતમાં શોક












