વાઘોડિયાના તળાવમાં યુવક ડૂબતા શોકનો માહોલ: સાળાની નજર સામે જ બનેવીનું મૃત્યુ

HD ન્યૂઝ, ૨૧ જૂન, ૨૦૨૫: વડોદરાના વાઘોડિયામાં તળાવમાં એક યુવક ડૂબી ગયો છે. આ ઘટના નવીન GIDCમાં આવેલા તળાવમાં બની હતી. મૃતક યુવકની ઓળખ પ્રતીક પટેલ તરીકે થઈ છે. વાઘોડિયા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પ્રતીકનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. અને તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેના સાળા પ્રતીક પટેલ અને તેના સાળા રવિન્દ્ર વસાવા તળાવ પાસે બેઠા હતા. આ દરમિયાન તેઓ નહાવા માટે તળાવમાં પડી ગયા. જે દરમિયાન આ ઘટના બની.
વાઘોડિયા નજીકના ખેરવાડી ખાતે રહેતા સાળો રવિન્દ્ર અને તેનો બનેવી પ્રતીક અનિલભાઈ પટેલ વાઘોડિયા જીઆઇડીસીના તળાવ પાસે બેઠા હતા. જે પૈકી યુવક પ્રતીક પટેલ તળાવમાં નાહવા પડ્યો હતો. પરંતુ સાળાની નજર સામે જ બનેવી પ્રતીક પટેલ તળાવમાં ડૂબી ગયો હતો.
આ અંગેની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જેથી ફાયર બ્રિગેડના લાસ્કરો દુર્ઘટના સ્થળે તળાવ કિનારે પહોંચી ગયા હતા.કલાકોની ભારે જહેમત બાદ મૃતકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી.












