ટોપ ન્યૂઝવર્લ્ડ

ઈરાનમાં કંઈક મોટું થવાનું છે? અમેરિકાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર

US Iran Embassy: અમેરિકા અને ઈરાન વચ્ચે પરિસ્થિતિ વધુ વણસી રહી હોય તેવું લાગે છે. આજે (6 ફેબ્રુઆરી 2026)ના રોજ, અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા ઈરાનમાં રહેતા તેના નાગરિકો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં તેમને તાત્કાલિક ઈરાન છોડવાની સલાહ આપવામાં આવી છે. આ જાહેરાત બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધવાની શક્યતા વધી ગઈ છે.

અમેરિકાના નાગરિકો માટે ખાસ એડવાઈઝરી જાહેર

આજે અમેરિકાએ પોતાના નાગરિકો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે, જેના પગલે ફરી બે દેશો વચ્ચે યુદ્ધનું સંકટ ઉભુ થયું છે. અમેરિકા ગમે તે સમયે ઈરાન પર હુમલો કરે તેવી શક્યતા વધુ ઘેરી બની ગઈ છે. ઈરાની સરકાર સુરક્ષા વધારવા માટે અનેક સ્થળોએ રસ્તાઓ બ્લોક કરી રહી છે અને હવાઈ મુસાફરી પર પણ પ્રતિબંધ મૂકી રહી છે. આ પરિસ્થિતિને કારણે ફરી એકવાર વિશ્વમાં ટેન્શન ઉભુ થઈ શકે છે.

નાગરિકો કોઈપણ અપેક્ષા ન રાખે

યુદ્ધના ભય વચ્ચે, યુએસ એમ્બેસીએ તેના નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડવા વિનંતી કરી છે, પછી ભલે તેઓ રોડ, હવાઈ કે સમુદ્ર માર્ગે જવા માંગતા હોય. એમ્બેસીએ જણાવ્યું છે કે, વિશ્વભરની એરલાઇન્સ ઈરાન આવતી અને જતી ફ્લાઇટ્સ મર્યાદિત કરી રહી છે, અને ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી રહી છે. એડવાઈઝરીમાં એક નોંધપાત્ર મુદ્દો એ છે કે એમ્બેસીએ તેના નાગરિકોને યુએસ સરકાર પાસેથી મદદની અપેક્ષા ન રાખવા અને કોઈપણ સહાય વગર શક્ય તેટલી વહેલી તકે ઈરાન છોડવાની સલાહ આપી છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો થવાની છે

નોંધનીય છે કે, શુક્રવારે ઓમાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ વાટાઘાટો થવાની છે. એક સમાચાર એજન્સી અનુસાર વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની ટીમ રાજદ્વારી પ્રયાસો પર કામ કરી રહી છે, જેનો મુખ્ય એજન્ડા ઈરાનના પરમાણુ કાર્યક્રમને સંપૂર્ણપણે બંધ કરવાનો છે.

આ પણ વાંચો : T20 વર્લ્ડ કપ પહેલા જ મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડી થયો ટુર્નામેન્ટમાંથી બહાર

Back to top button