ગુજરાતટ્રેન્ડિંગ

વિશ્વ પુસ્તક દિવસ : સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ત્રણ શિક્ષકનો અનોખો પુસ્તક પ્રેમ

  • સુરતના બે વિસ્તારમાં ફુટપાથ પર લાયબ્રેરી શરૂ કરી છે
  • હજારો લોકો લાભ લઈ વિનામુલ્યે પુસ્તકનું વાંચન કરી રહ્યાં છે
  • પુણા યોગીચોક ગાર્ડન બહારના ફુટપાથ પર લાયબ્રેરી શરૂ કરી

આજે વિશ્વ પુસ્તક દિવસ છે. ત્યારે સુરતીઓ માટે શિક્ષણ સમિતિના શિક્ષકોએ વિનામૂલ્યે ફૂટપાથ પર લાઇબ્રેરી શરૂ કરી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ત્રણ શિક્ષકના અનોખા પુસ્તક પ્રેમને કારણે આજે હજારો સુરતીઓની વાંચન ભૂખ વિનામૂલ્યે સંતોષવામાં આવી રહી છે.

સુરતના બે વિસ્તારમાં ફુટપાથ પર લાઇબ્રેરી શરૂ કરી છે

પોતાના પુસ્તક પ્રત્યેનો લગાવ અને આ ડિજિટલ યુગમાં લોકો પણ પુસ્તક તરફ વળે તે માટે સમિતિના ત્રણ શિક્ષકોએ ભેગા મળીને સુરતના બે વિસ્તારમાં ફુટપાથ પર લાઇબ્રેરી શરૂ કરી છે. તેનો હજારો લોકો લાભ લઈ વિનામુલ્યે પુસ્તકનું વાંચન કરી રહ્યાં છે.

કોઈ પણ જાતની મેમ્બર ફી કે વાંચન ફી નથી

સુરતીઓને કોઈ પણ જાતની મેમ્બર ફી કે વાંચન ફી વિના ફુટપાથ પર લાયબ્રેરી શરૂ કરનાર પાલિકાની શાળાના શિક્ષક રાઘવજીભાઈ ડાભી કહે છે, મૂળ સૌરાષ્ટ્રના વતની છે તેઓએ વતનમાં ગામના સહયોગથી 2000ની સાલમાં લાયબ્રેરી શરૂ કરી હતી તે ઘણી જ સમૃદ્ધ હતી. કેટલાક કારણોસર તેઓ સુરત સ્થાયી થયાં હતા. પરંતુ પુસ્તકો પ્રત્યેનો પ્રેમ અને અન્ય લોકો પણ પુસ્તકને અપનાવે તે તરસ હજી પણ એટલી જ હતી. તેથી સમિતિની શાળાના અન્ય શિક્ષકો સામે આ વિચાર મુક્યો તેમાં બે શિક્ષકોએ સહયોગ આપ્યો હતો.

પુણા યોગીચોક ગાર્ડન બહારના ફુટપાથ પર લાયબ્રેરી શરૂ કરી

સુરતમાં લાયબ્રેરી માટે જગ્યા મોંઘી મળે અને તેનો નિભાવ ખર્ચ પણ વધુ આવે તેથી પુસ્તક ભેગા કરીને તેઓએ ફુટપાથ પર લાયબ્રેરી શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. મહિનાના પહેલા રવિવારે ઉત્રાણ ખાતે આવેલા ગાર્ડન બહાર ફૂટપાથ પર અને ત્રીજા રવિવારે પુણા યોગીચોક ગાર્ડન બહારના ફુટપાથ પર લાયબ્રેરી શરૂ કરી છે. આ લાયબ્રેરીમાં કોઈ પ્રકારની મેમ્બર ફી નથી કે કોઈ વાંચન ફી નથી.

આ પણ વાંચો: જામનગર : મેડિકલ સ્ટોરની આડમાં વેપારી ચલાવતો ક્રિકેટનો સટ્ટો, પોલીસે કર્યો પર્દાફાશ 

Back to top button