
Womens T20 World Cup 2026 : મહિલા T20 વર્લ્ડ કપ 2026 આજથી શરૂ થઈ રહ્યો છે. આ વર્લ્ડ કપનું આયોજન ઈંગ્લેન્ડ અને વેલ્સ દ્વારા કરવામાં આવી છે. મહિલા ક્રિકેટ ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે 12 ટીમો T20 વર્લ્ડ કપમાં ભાગ લઈ રહી છે. ઓસ્ટ્રેલિયા તેની સાતમી ટ્રોફી જીતવાનું લક્ષ્ય રાખશે. આ દરમિયાન ઇંગ્લેન્ડ 2009 થી T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી શક્યું નથી, અને ટીમ ઈન્ડિયા ક્યારેય ચેમ્પિયન બની નથી. આ વર્ષનો T20 વર્લ્ડ કપ ખૂબ જ ખાસ છે. બધી 12 ટીમોને છ-છના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપમાં ટોચની બે ટીમો નોકઆઉટ સ્ટેજ માટે ક્વોલિફાય થશે. ત્યારબાદ ટીમો સેમિફાઇનલમાંથી ફાઇનલમાં જશે, જે 5 જુલાઈએ રમાશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આજથી શરૂ થાય છે T20 વર્લ્ડ કપ
2026 T20 વર્લ્ડ કપમાં આજે ફક્ત એક જ મેચ રમાશે. યજમાન ઇંગ્લેન્ડ બર્મિંગહામમાં શ્રીલંકાનો સામનો કરશે. મેચ ભારતીય સમય મુજબ રાત્રે 11:00 કલાકે શરૂ થશે. હેડ-ટુ-હેડ આંકડાઓમાં, ઇંગ્લેન્ડની મહિલા ટીમ શ્રીલંકાથી ઘણી આગળ છે. છેલ્લી 12 T20 મેચોમાં, ઇંગ્લેન્ડે શ્રીલંકાની ટીમને 10 વખત હરાવી છે.
ભારતનો પહેલો મેચ ક્યારે રમાશે ?
ભારતીય ટીમનો આજે કોઈ મુકાબલો નથી. ટીમ ઇન્ડિયાનો પહેલો મુકાબલો 14 જૂને પાકિસ્તાન સામે થશે. આ વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચેનો આ પહેલો મુકાબલો હશે, જે બર્મિંગહામમાં રમાશે. કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ પાકિસ્તાની ટીમને ચેતવણી આપી છે કે ભારતીય ટીમ નિર્ભય ક્રિકેટ રમશે. પાકિસ્તાન ઉપરાંત, ભારતના ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ્સ પણ શામેલ છે. નોકઆઉટ સ્ટેજમાં આગળ વધવા માટે ટીમ ઇન્ડિયાએ આમાંથી મોટાભાગના વિરોધીઓને હરાવવા પડશે. ટીમ ઇન્ડિયાનો છેલ્લો ગ્રુપ મેચ 28 જૂને ઓસ્ટ્રેલિયા સામે થશે.
આ પણ વાંચો : સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલ પંપ પર હવે 200 લીટરથી વધારે ડીઝલ નહીં મળે, સરકારે મર્યાદા નક્કી કરી












