જંતર-મંતર પર અભિજીત દીપકે પર મહિલાએ શાહી ફેંકી , થપ્પડ મારવાનો પણ પ્રયાસ, ઘટનાથી અફરાતફરી

નવી દિલ્હી: દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકે પર એક મહિલાએ શાહી ફેંકી હોવાનો મામલો સામે આવ્યો છે. આ દરમિયાન મહિલાએ તેમને થપ્પડ મારવાનો પણ પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ અભિજીત દીપકે પોતાના સમર્થકો અને પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા, ત્યારે અચાનક એક મહિલા તેમની નજીક પહોંચી અને તેમના પર શાહી ફેંકી દીધી છે. આરોપ છે કે ત્યારબાદ મહિલાએ થપ્પડ મારવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે સ્થળ પર હાજર સ્વયંસેવકોએ તરત જ મહિલાને કાબૂમાં લઈ લીધી હતી, જેના કારણે વધુ કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી.
આ સમગ્ર ઘટનાથી જંતર-મંતર પર થોડા સમય માટે ભારે હંગામો સર્જાયો હતો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
#WATCH | Delhi: Moment when ink was thrown at the founding president of the Cockroach Janta Party, Abhijeet Dipke, during the protest at Jantar Mantar pic.twitter.com/okqNkjXNC7
— ANI (@ANI) July 18, 2026
સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા બાદ જાહેરાત
આ ઘટના પહેલા જ દિલ્હી પોલીસે 21 દિવસથી જંતર-મંતર પર ભૂખ હડતાળ પર બેઠેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને સફદરજંગ હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યારબાદ અભિજીત દીપકેએ પોતે પણ અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળ શરૂ કરવાની જાહેરાત કરી હતી.
દીપકેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે તેઓ તાત્કાલિક અસરથી અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળ પર બેસી રહ્યા છે. આ દરમિયાન જંતર-મંતર પર વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન ચાલુ છે અને કેટલાક વિદ્યાર્થી કાર્યકરો પણ ભૂખ હડતાળ પર હોવાનું જણાવાયું છે.












