ટ્રેન્ડિંગનેશનલ

ઈન્સ્ટાગ્રામ પર પ્રેમી સાથે પત્નીએ ફોટો શેર કર્યો, પતિ ગુસ્સે થતાં પત્નીએ ગળું કાપી નાખ્યું

પટના: બિહારના મુઝફ્ફરપુરમાં સોશિયલ મીડિયાથી શરુ થયેલો એક પ્રેમ આખરે ખતરનાક હત્યામાં બદલાઈ ગયો. નગર પોલીસ વિસ્તારના ગોળા રોડ દુર્ગા સ્થાન મંદિર નજીક કંપી પથ ગલીમાં મંગળવારે પાતે પાન મસાલાના દુકાનદાર મનોજ કુમારની ગળું કાપીને હત્યા કરી નાખવામાં આવી છે. આ મામલામાં પોલીસે મૃતકની પત્ની નિસુ કુમારીની ધરપકડ કરી લીધી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતકની પત્ની પાડોશી યુવક મિન્ટુ કુમારના પ્રેમમાં પાગલ હતી, જેની શરુઆત ઈન્સ્ટાગ્રામ દ્વારા થઈ હતી. ઘટનાના દિવસે પત્ની દ્વારા ઈન્સ્ટાગ્રામ પર પ્રેમી સાથે સ્ટોરી પોસ્ટ કરવાને લઈને મનોજને પત્ની સાથે ઝઘડો થયો હતો. આ ઘટના બાદ પત્ની ઘર છોડીને નીકળી ગઈ હતી. મોડી રાતે ફોન કરી પતિને બહાર મળવા બોલાવ્યો. જ્યાં પહેલાથી પ્લાન તૈયાર હતો. આરોપીઓએ ધારદાર હથિયારથી તેનું ગળું કાપી નાખ્યું. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ છે.

મૃતકની માતા અને મામીએ પહેલા જ પત્ની પર હત્યાની આશંકા વ્યક્ત કરી હતી, જેના આધાર પર નગર પોલીસે ફરિયાદ નોંધી છે. પોલીસે એફએસએલની મદદથી આ કેસમાં તપાસ કરી રહી છે. હાલમાં પોલીસે પ્રેમી મિન્ટુ કુમાર અને મૃતકના સાળાની ધરપકડ કરવા માટે સતત રેડ પાડી રહી છે.

આ ધરપકડની પુષ્ટિ કરતા ટાઉન ડીએસપી સુરેશ કુમારે જણાવ્યું છે કે, 3 ફેબ્રુઆરીના રોજ નગર થાના વિસ્તારમાંં એક યુવકની હત્યા કરી નાખવામાં આવી હતી. મૃતકની માતાના નિવેદનના આધાર પર ફરિયાદ નોંધી લેવામાં આવી છે. આ કેસમાં હવે એફએસએલની ટીમને પણ બોલાવી છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે, પત્નીને એક પાડોશી યુવક સાથે અફેર ચાલતું હતું.

આ પણ વાંચો: બજારમાં ઉથલપાથલ: એક ઝાટકે 24,000 રુપિયા સસ્તી થઈ ગઈ ચાંદી, સોનામાં પણ જોરદાર ઘટાડો

Back to top button