2200 કરતાં વધુ ધબડકા સાથે શૅરબજારે અનેકને રડાવ્યા, 19.4 લાખ કરોડ ડૂબાડ્યા

નવી દિલ્હી, 7 એપ્રિલ, 2025: આજનો દિવસ ભારતીય શેરબજારમાં કાળા અક્ષરોમાં લખાઈ ગયો છે. કરણ કે ટ્રેડિંગના અંતે, બંને મુખ્ય સૂચકાંકો લાલ રંગમાં બંધ થયા. બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી 9 મહિનાના નીચલા સ્તરે રહ્યા. સેન્સેક્સ 2226 પોઈન્ટ (3%) થી વધુ ઘટીને 73,100ની આસપાસ બંધ થયો છે. નિફ્ટી લગભગ 800 પોઈન્ટ (3.30%) ઘટીને તે 22,150ની નીચે બંધ થયો છે. અગાઉ 4 જૂન, 2024ના રોજ બજારમાં 5.74%નો ઘટાડો થયો હતો.
આજે એટલે કે સોમવાર 7 એપ્રિલના રોજ શેરબજારમાં વર્ષનો બીજો મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સના તમામ 30 શેર નીચા ભાવે ટ્રેડ થઈ રહ્યા છે. ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ અને ઇન્ફોસિસના શેર લગભગ 10% ઘટ્યા છે. ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક અને L&Tના શેરમાં પણ 8%નો ઘટાડો થયો. NSEના સેક્ટોરલ સૂચકાંકોમાં નિફ્ટી મેટલ સૌથી વધુ 8% ઘટ્યો છે. આઇટી, તેલ અને ગેસ અને આરોગ્ય સંભાળમાં લગભગ 7%નો ઘટાડો થયો છે. ઓટો, રિયલ્ટી અને મીડિયા ઇન્ડેક્સ 5% ઘટ્યા છે.
2 એપ્રિલથી ક્રૂડ ઓઇલના ભાવમાં 12.11%નો ઘટાડો થયો છે. આજે, બ્રેન્ટ ક્રૂડ 4% ઘટીને $64 ની નીચે આવી ગયું છે. આ છેલ્લા 4 વર્ષમાં સૌથી નીચું સ્તર છે. બીએસઈ પર લિસ્ટેડ બધી કંપનીઓનું બજાર મૂડીકરણ રૂ. 19.4 લાખ કરોડ ઘટીને રૂ. 383.95 લાખ કરોડ થયું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફની અસર એટલી હતી કે સોમવારે ભારતીય શેરબજાર તૂટી પડ્યું.
આ પણ વાંચો….હ્યુન્ડાઈની આ સૌથી સસ્તી SUVમાં મળશે આટલાં બધાં ફિચર્સઃ જાણો












