2026નું પહેલું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે કે નહિ, જાણો શું કરશો અને શું નહિ

- ઘણા લોકોને સવાલ છે કે શું આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે અને આ ગ્રહણ દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ
HD ન્યુઝ ડેસ્કઃ ખગોળશાસ્ત્ર અને ધાર્મિક દ્રષ્ટિકોણથી સૂર્ય અને ચંદ્રગ્રહણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. 2026નું પહેલું સૂર્યગ્રહણ 17 ફેબ્રુઆરીના રોજ થશે solar eclipse of 2026. સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચેથી પસાર થાય છે, જે સૂર્યપ્રકાશને આંશિક અથવા સંપૂર્ણપણે અવરોધે છે. ફેબ્રુઆરી ગ્રહણ એક વલયાકાર સૂર્યગ્રહણ હશે, જેને સામાન્ય રીતે રિંગ ઓફ ફાયર તરીકે ઓળખવામાં આવે છે.
વલયાકાર સૂર્યગ્રહણ દરમિયાન ચંદ્ર સૂર્યની સામે આવે તો છે, પરંતુ તેને સંપૂર્ણપણે ઢાંકી શકતો નથી. આ સૂર્યની ધારની આસપાસ પ્રકાશની એક તેજસ્વી ગોળાકાર રિંગ બનાવે છે, જે જોવામાં ખૂબ જ અદ્ભૂત લાગે છે. જો કે ઘણા લોકોને સવાલ છે કે શું આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે અને આ ગ્રહણ દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.
ભારતમાં દેખાશે નહીં
17 ફેબ્રુઆરી 2026ના રોજ થનારું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં? જવાબ છે, ના. વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. તેથી તેની જ્યોતિષીય અસર પણ ભારત પર દેખાશે નહીં. આ સમય દરમિયાન સૂતક કાળ પણ માન્ય રહેશે નહીં. જોકે આ અવકાશી ઘટના વિશ્વના અન્ય ઘણા ભાગોમાં સ્પષ્ટપણે દેખાશે. આ ગ્રહણ આર્જેન્ટિના, ચિલી, દક્ષિણ આફ્રિકા અને એન્ટાર્કટિકા જેવા દેશોમાં દેખાશે. 17 ફેબ્રુઆરીના રોજ ગ્રહણ દરમિયાન લોકો લગભગ 2 મિનિટ 20 સેકન્ડ સુધી રીંગ ઓફ ફાયર જોઈ શકશે.
સૂર્યગ્રહણ દરમિયાન શું કરવું અને શું ન કરવું
- સૂર્યગ્રહણ દરમિયાન સૂવાની મનાઈ હોય છે.
- સૂર્યગ્રહણ દરમિયાન ખોરાક રાંધવો કે ખાવો ન જોઈએ કારણ કે ગ્રહણ દરમિયાન બહાર નીકળતી નકારાત્મક ઉર્જાને કારણે ખોરાક અશુદ્ધ થઈ જાય છે.
- ધાર્મિક માન્યતા છે કે સૂર્યગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર ન નીકળવું જોઈએ.
- સગર્ભા સ્ત્રીઓએ સોય, છરી, કાતર વગેરે જેવી તીક્ષ્ણ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ.
- સૂર્યગ્રહણ દરમિયાન ખોરાકને અશુદ્ધ ન થાય તે માટે તેમાં તુલસીના પાન ઉમેરો.
- ગ્રહણ પછી લોકોએ અશુભ અસરોને દૂર કરવા માટે સ્નાન કરવું જોઈએ.
- સૂર્યગ્રહણ પછી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ.
- આ દિવસે તામસિક ભોજન ટાળવું જોઈએ.
- ગ્રહણ દરમિયાન પૂજા-પાઠ કે હવન જેવી પ્રવૃત્તિઓ ન કરવી જોઈએ.
- ધીરજ અને સકારાત્મક વિચારસરણી સાથે દિવસ પસાર કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ ઘરને ખરાબ નજરથી બચાવવા માટે લાવો આ પાંચ વસ્તુઓ, રહેશે પોઝિટિવિટી












