ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

મેયોનીઝ પર તમિલનાડુ સરકારે કેમ મૂક્યો પ્રતિબંધ? તમે પણ ખાવાના શોખીન હો તો રાખો આ ધ્યાન

  • તમિલનાડુ સરકારે કાચા ઈંડાની મેયોનીઝ પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. સરકારના આ નિર્ણય પાછળનું કારણ ફૂડ પોઈઝનિંગના વધતા જતા કેસ છે

HD ન્યુઝ ડેસ્કઃ જો તમે પણ મેયોનીઝ ખાવાના શોખીન છો અને ઘણીવાર તેને બ્રેડ, બર્ગર કે પાસ્તા સાથે ખાવાનું પસંદ કરો છો, તો હવે સાવધાન થઈ જાઓ. તાજેતરમાં તમિલનાડુ સરકારે કાચા ઈંડાના મેયોનીઝના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. સરકારના આ નિર્ણય પાછળનું કારણ ફૂડ પોઈઝનિંગના વધતા જતા કેસ છે, જે ખાસ કરીને ઉનાળાની ઋતુમાં વધુ જોવા મળી રહ્યા છે.

આ નિર્ણય કેમ લેવામાં આવ્યો?

તમિલનાડુ ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, ઘણી જગ્યાએ વપરાતા મેયોનીઝની ગુણવત્તા પ્રમાણભૂત નહોતી. કેટલાક કિસ્સાઓમાં મેયોનીઝના નમૂનાઓમાં સલ્મોનેલા બેક્ટેરિયા હોવાનું જાણવા મળ્યું છે, જે ફૂડ પોઇઝનિંગનું કારણ બને છે. ઉનાળામાં એગ બેઝ્ડ પ્રોડક્ટ્સ ઝડપથી બગડી શકે છે અને ઉલટી, ઝાડા, તાવ અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.

મેયોનીઝ પર તમિલનાડુ સરકારે કેમ મૂક્યો પ્રતિબંધ? તમે પણ ખાવાના શોખીન હો તો રાખો આ ધ્યાન
hum dekhenge news

સલામત મેયોનીઝ કેવી રીતે ઓળખશો?

1. હંમેશા એવી બ્રાન્ડ પસંદ કરો જે FSSAI પ્રમાણિત હોય અને તેની સ્પષ્ટ એક્સપાયરી ડેટ લખેલી હોય.

2. મેયોનીઝને રેફ્રિજરેટરમાં રાખો અને તેને ગરમ સ્થળોથી દૂર રાખો.

૩. સસ્તી કે છૂટક મેયોનીઝ ટાળો.

4. જો મેયોનેઝમાંથી દુર્ગંધ આવે અથવા રંગ બદલાય, તો તેને તરત જ ફેંકી દો.

5. જો તમને સ્વસ્થ અને સલામત વિકલ્પ જોઈતો હોય, તો ઘરે બનાવેલ વેજ મેયોનીઝ શ્રેષ્ઠ છે.

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

  • એકવાર ખોલેલી મેયોનીઝનો ઉપયોગ કર્યા પછી તેને ફરીથી સ્ટોર કરવાનું ટાળો.
  • બાળકો અને વૃદ્ધોને ક્યારેય રૉ એગ મેયોનીઝ ન આપો.
  • ઉનાળામાં બહાર ખાવાનું ટાળો, ખાસ કરીને બર્ગર, રોલ્સ વગેરે જેમાં મેયોનીઝનો ઉપયોગ થાય છે.

આ પણ વાંચોઃ ટીવી કે લેપટોપની સ્ક્રીન સાફ કરવામાં બેદરકાર ન રહો, ખાસ રાખો આ ઘ્યાન

Back to top button