આજે કયા IPO કરાવશે કમાણી? 6 SME IPOની લિસ્ટિંગ પહેલા GMP ચર્ચામાં

IPO TODAY: ભારતીય શેરબજારમાં આજે 6 SME કંપનીઓના IPOની લિસ્ટિંગ થવા જઈ રહી છે. ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) અનુસાર કેટલીક કંપનીઓના IPOને મજબૂત લિસ્ટિંગ મળવાની શક્યતા છે, જ્યારે કેટલાક IPOમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો નથી. આ તમામ IPO 30 જૂનના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
Teja Engineering Industries IPO
Teja Engineering Industriesના IPOનો પ્રાઈસ બેન્ડ 220 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો હતો. કંપનીએ 600 શેરનો એક લોટ બનાવ્યો હતો અને રોકાણકારોને ઓછામાં ઓછા 1200 શેર માટે અરજી કરવી પડી હતી.
તે મુજબ મિનિમમ રોકાણ લગભગ 2.64 લાખ રૂપિયા રહ્યું હતું. ગ્રે માર્કેટમાં આ IPO હાલમાં 36 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે, જેના કારણે મજબૂત લિસ્ટિંગની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. IPOને કુલ 1.37 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું.
Atharva Polyplast IPO
Atharva Polyplastના IPOનું સાઇઝ 27 કરોડ રૂપિયા હતું. IPO સંપૂર્ણપણે ફ્રેશ શેર પર આધારિત હતો. કંપનીએ 55 થી 60 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો હતો.
ત્રણ દિવસ દરમિયાન IPOને કુલ 10 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. ગ્રે માર્કેટમાં IPO 10 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે, જે લગભગ 16.57 ટકા પ્રીમિયમ લિસ્ટિંગ તરફ સંકેત આપે છે.
Seemax Resources IPO
Seemax Resourcesના IPOનો પ્રાઈસ બેન્ડ 134 થી 141 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવ્યો હતો. કંપનીએ 1000 શેરનો એક લોટ બનાવ્યો હતો.
19.74 કરોડ રૂપિયાના આ IPOને કુલ 3.62 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. જોકે, ગ્રે માર્કેટમાં IPO હાલ શૂન્ય પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે, જેના કારણે સામાન્ય લિસ્ટિંગની શક્યતા માનવામાં આવી રહી છે.
Sampark India Logistics IPO
Sampark India Logisticsના IPOનો પ્રાઈસ બેન્ડ 80 થી 84 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો હતો. કંપનીના IPOનું કુલ સાઇઝ 27.22 કરોડ રૂપિયા હતું.
ગ્રે માર્કેટમાં આ IPO હાલમાં 2.5 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે, જે સામાન્યથી થોડું સારું લિસ્ટિંગ દર્શાવે છે.
Vinit Mobile IPO
Vinit Mobileના IPOનું સાઇઝ 34.13 કરોડ રૂપિયા હતું. IPOનો પ્રાઈસ બેન્ડ 150 થી 158 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવ્યો હતો.
ગ્રે માર્કેટમાં IPO હાલમાં શૂન્ય પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે, જેના કારણે રોકાણકારોમાં ખાસ ઉત્સાહ જોવા મળતો નથી.
Kratikal Tech IPO
Kratikal Techના IPOનો પ્રાઈસ બેન્ડ 135 રૂપિયા પ્રતિ શેર હતો. કંપનીના IPOનું સાઇઝ લગભગ 39.69 કરોડ રૂપિયા હતું.
ગ્રે માર્કેટમાં આ IPO 78 રૂપિયાના મજબૂત પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. જેના આધારે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે IPO લગભગ 57 ટકા પ્રીમિયમ સાથે લિસ્ટ થઈ શકે છે.
શેરબજાર નિષ્ણાતો અનુસાર SME IPOમાં રોકાણ કરતાં પહેલાં કંપનીના ફંડામેન્ટલ્સ અને જોખમોને સમજવું ખૂબ જરૂરી છે.
(નોંધ: આ કોઈ રોકાણ સલાહ નથી. શેરબજાર જોખમોને આધિન છે. રોકાણ કરતા પહેલાં નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે.)
આ પણ વાંચો : અમદાવાદ: યુ.એન. મહેતા હોસ્પિટલમાં મોટી દુર્ઘટના ટળી, ત્રણ શ્રમિકોને મોતના મોંમાંથી બચાવ્યા












