
ભુજ, 20 જુન 2025: PM KISAN YOJNA ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાના 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. માધ્યમોના અહેવાલો મુજબ, પીએમ કિસાનના 20મા હપ્તાની તારીખ નક્કી થઈ ગઈ છે. આ યોજના હેઠળ, પાત્ર ખેડૂતોને દર વર્ષે ત્રણ સમાન હપ્તામાં (પ્રતિ હપ્તા 2,000 રૂપિયા) રૂ. 6,000 આપવામાં આવે છે. ચાલો જાણીએ પીએમ કિસાનના આગામી હપ્તાની રિલીઝ તારીખ, પાત્રતા અને મહત્વપૂર્ણ માહિતી.
આ તારીખે હપ્તો રીલીઝ થઇ શકે છે
પીએમ કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો 20 જૂન 2025 ના રિલીઝ થઈ શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 20 જૂને બિહારના સિવાનમાં એક જાહેર સભાને સંબોધિત કરવાના છે. તે દરમિયાન આ હપ્તો રિલીઝ થઈ શકે છે. જોકે, પીએમ કિસાનના 20મા હપ્તાની રિલીઝ તારીખ અંગે સરકાર દ્વારા હજુ સુધી સત્તાવાર તારીખની પુષ્ટિ કરવામાં આવી નથી.
19મો હપ્તો ક્યારે ચૂકવાયો હતો?
આ યોજનાનો 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના બિહારના ભાગલપુરમાં રિલીઝ કરવામાં આવ્યો હતો. પીએમ મોદીએ DBT દ્વારા 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં 22,000 કરોડ રૂપિયાની રકમ મોકલી હતી. કેન્દ્ર સરકાર દર ચાર મહિને એક હપ્તો બહાર પાડે છે, જેના આધારે 20મો હપ્તો જૂન 2025 ના ત્રીજા કે ચોથા અઠવાડિયામાં ટ્રાન્સફર થવાની સંભાવના છે.
ખેડૂતોએ આ શરતો પૂરી કરવી પડે છે
- e-KYC વિના કોઈ હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે નહીં. ખેડૂતો સત્તાવાર PM કિસાન પોર્ટલ www.pmkisan.gov.in ની મુલાકાત લઈને e-KYC કરી શકે છે.
- ખેડૂતોએ તેમના બેંક ખાતાને આધાર નંબર સાથે લિંક કરવું પડશે.
- કિસાનના નામે ખેતીલાયક જમીન હોવી જોઈએ. આ સાથે, તેને રાજ્યની લેન્ડ રેકોર્ડ સિસ્ટમમાં અપડેટ કરવી જોઈએ.
- 4. જો ખેડૂતો ઇચ્છે છે કે હપ્તાની રકમ કોઈપણ મુશ્કેલી વિના તેમના ખાતામાં આવે, તો તેમની બધી માહિતી અપડેટ રાખવી પડશે.
આ પણ વાંચો : વિમાની મુસાફરોની દુવિધા માટે ફરીથી એર ઇન્ડિયા દિલગીર, જાણો કેટલી ફ્લાઇટ રદ કરી
આ પણ વાંચો : ટ્રેક્ટર ટ્રોલી – બોલેરો વચ્ચે ગંભીર અકસ્માત, નવ જાનૈયાનાં મૃત્યુ












