ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ટ્રેક્ટર ટ્રોલી – બોલેરો વચ્ચે ગંભીર અકસ્માત, નવ જાનૈયાનાં મૃત્યુ

કોલકાતા, 20 જૂન, 2025: Accident between tractor trolley and Bolero પશ્ચિમ બંગાળ અને ઝારખંડ વચ્ચેના હાઈવે ઉપર આજે શુક્રવારે સવારે એક ભયંકર અકસ્માતમાં ઓછામાં ઓછા નવ જાનૈયાએ જીવ ગુમાવ્યા છે.

પ્રાપ્ત અહેવાલ મુજબ પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લાના બલરામપુર પોલીસ સ્ટેશન હેઠળના નામસોલ ગામ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ-18 પર શુક્રવારે સવારે લગભગ સાત વાગે ટ્રેલર અને બોલેરોની ટક્કરમાં બોલેરોમાં સવાર નવ લોકો મૃત્યુ પામ્યા હતા. મૃતકોમાં આઠ નીમડીહ પોલીસ સ્ટેશન હેઠળના લાકડી ગામના તિલાઈટાંડ નિવાસી બીરૂ મહતો, અજય મહતો, વિજય મહતો, સ્વપન મહતો, ગુરુપદ મહતો, શશાંક મહતો, ચિત્ત મહતો, કૃષ્ણા મહતો છે અને એક વ્યક્તિ ચંદ્રમોહન મહતો નીમડીહ પોલીસ સ્ટેશનના રઘુનાથપુરનો નિવાસી છે.

પ્રાથમિક અહેવાલ અનુસાર કેટલાક લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા, જ્યારે કેટલાક ઘાયલ લોકોને બલરામપુર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા દરમિયાન દમ તોડી દીધો હતો. ઘટનાની જાણકારી પછી તિલાઈટાંડ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું. બધા લોકો ઈચાગઢ પોલીસ સ્ટેશનના ચિરુગોડા ગામથી બરાબઝાર પોલીસ સ્ટેશનના અદાબના ગામે લગ્નની વિધિ માટે ગયા હતા. પરત ફરતી વખતે આ ભયંકર માર્ગ અકસ્માત થયો.

આ પણ વાંચોઃ ભણવા માટે કેનેડા ગયેલી દિલ્હીની વિદ્યાર્થિનીનું શંકાસ્પદ અવસ્થામાં મૃત્યુ, ઉઠ્યા સવાલો

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button