ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

સરકારે શરૂ કરી તપાસ તો વોટ્સએપ ગણાવવા લગાવ્યું ફાયદા, તમે પણ જાણી લો આ નવું ફીચર

Username Feature : વોટ્સએપ દ્વારા હાલમાં જ લોન્ચ કરવામાં આવેલા વિવાદિત ‘યુઝરનેમ ફીચર’ને લઈને સરકારની તપાસ શરૂ કરવામાં આવી છે. સરકારે આ ફીચરના કારણે ફ્રોડ અને કોઈ બીજાના નામે ખાતું બનાવવાની (Impersonation) શક્યતાઓને લઈને ચિંતા વ્યક્ત કરી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આ પ્રક્રિયા પૂર્ણ ન થાય અને જરૂરી સલાહ-મસલત ન થાય, ત્યાં સુધી આ સેવા શરૂ ન થવી જોઈએ. હવે વોટ્સએપે આ મામલે એક વિસ્તૃત ‘FAQ’ (વારંવાર પૂછાતા પ્રશ્નો) દસ્તાવેજ જારી કરીને સ્પષ્ટતા કરી છે કે આ ફીચર કેવી રીતે સુરક્ષિત રહેશે.

વોટ્સએપના FAQ માં શું છે ખાસ?

વોટ્સએપે જણાવ્યું છે કે ‘યુઝરનેમ’નો ઉપયોગ કોઈની નકલ કરવા કે છેતરપિંડી માટે ન થાય તે માટે કંપની પૂરતી તકેદારી રાખશે. કંપનીએ સુરક્ષા માટે નીચે મુજબની જોગવાઈઓ કરી છે:

  • યુઝરનેમ સંપૂર્ણપણે વૈકલ્પિક: કોઈ પણ યુઝરે યુઝરનેમ રાખવું ફરજિયાત નથી.
  • સર્ચિંગ પર પ્રતિબંધ: અજાણી વ્યક્તિઓ વોટ્સએપ પર કોઈનું ‘યુઝરનેમ’ સર્ચ કરી શકશે નહીં.
  • યુઝરનેમ કી (Username Key): વધુ સુરક્ષા માટે યુઝર્સ ‘યુઝરનેમ કી’ જોડી શકે છે. આનો અર્થ એ કે જો કોઈને તમારો સંપર્ક કરવો હોય, તો તેમને યુઝરનેમની સાથે આ ખાસ ‘કી’ (કોડ) ની પણ જાણ હોવી જરૂરી છે.
  • વેરિફાઈડ એકાઉન્ટ્સ: જાહેર હસ્તીઓ, સેલિબ્રિટી અને સરકારી સંસ્થાઓના નામ કંપની દ્વારા પહેલાથી જ સુરક્ષિત (Reserve) રાખવામાં આવ્યા છે, જેથી માત્ર વાસ્તવિક માલિકો જ તે મેળવી શકે.

ફેસબુક-ઈન્સ્ટાગ્રામ સાથે લિંક થશે એકાઉન્ટ

કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે જે યુઝર્સ તેમના ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક એકાઉન્ટને વોટ્સએપ સાથે લિંક કરશે, તેઓ તે જ નામનું ‘યુઝરનેમ’ મેળવી શકશે, જેનાથી એકાઉન્ટની વિશ્વસનીયતા વધશે. કંપની ‘બ્લોક’ અને ‘રિપોર્ટ’ ફીચર પર સતત નજર રાખશે અને શંકાસ્પદ ગતિવિધિઓ કરનાર સામે કડક પગલાં લેશે.

FAQ માં મહત્વના પ્રશ્નોના જવાબ

1. જો મારી પસંદગીનું યુઝરનેમ ન મળે તો?

કંપનીએ કહ્યું કે જો નામ પહેલેથી જ કોઈ સેલિબ્રિટી કે સરકારી સંસ્થા દ્વારા લેવાયેલું હોય, તો તે નામ નહીં મળે. જો સામાન્ય નામ કોઈ અન્ય યુઝર પાસે હોય, તો તમે ‘યુઝરનેમ જનરેટર’ નો ઉપયોગ કરી શકો છો.

2. કોઈ મારા જેવું નામ બનાવીને છેતરપિંડી કરે તો?

વોટ્સએપે કહ્યું કે જ્યારે આ ફીચર શરૂ થશે, ત્યારે કોઈ નવો વ્યક્તિ તમને મેસેજ કરશે તો વોટ્સએપ તેની સામે ચેતવણી દર્શાવશે અને તેના દેશ વિશેની માહિતી આપશે.

3. શું યુઝરનેમ બદલી શકાય?

હા, જો નવું યુઝરનેમ ઉપલબ્ધ હશે, તો તમે ગમે ત્યારે તેને બદલી શકો છો.

આ પણ વાંચોઃ અમેરિકામાં આગ: નડિયાદના એક જ પરિવારના 3 સભ્યોના ગૂંગળામણથી કરૂણ મોત, જીવ બચાવવા બાથરૂમમાં છુપાયા હતા

આ પણ વાંચોઃ 1500 કિમી લાંબી મોનસૂન ટ્રફ સક્રિય! ભારે વરસાદ, 80 કિમીની ઝડપે પવનની આગાહી, દિલ્હી સહિત 19 રાજ્યોમાં એલર્ટ

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button