ગુજરાતમાં PM-સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજનાને વેગ આપવા સરકારનો શું છે લક્ષ્યાંક? જાણો
વડોદરા, તા. 19 જુલાઈ, 2025: ગુજરાત સરકાર દ્વારા રહેણાંક ગ્રાહકોમાં છત પર સોલાર સ્થાપનાને પ્રોત્સાહન આપીને વીજળીના બિલમાં ઘટાડો કરવાનો અને પર્યાવરણીય સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે PM-સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના (PMSG:MBY) અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત નાણાકીય વર્ષ ૨૦૨૬- ૨૭ સુધીમાં ૧૦ લાખ ઘરોમાં છત પર સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. છે.
આ યોજનાના સફળ અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે, ગુજરાત સરકારે ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GETRI) ને સ્ટેટ ઇમ્પ્લીમેન્ટેશન એજન્સી તરીકે નિયુક્ત કરી છે. GETRI દ્વારા PM-સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના અંતર્ગત ક્ષમતા નિર્માણ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત GETRI ક્ષમતા નિર્માણ, તાલીમ કાર્યક્રમો, જાગૃતિ અને પ્રચાર પ્રસાર માટે વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામા આવશે.
જેમાં ક્ષમતા નિર્માણ કાર્યક્રમમાં DISCOM ના ૧૦૦૦ ઇજનેરો અને ૪૦૦ જેટલા REDA સહિત અન્ય સરકારી અધિકારીઓનો ૪૦ બેચમાં સમાવેશ કરવામાં આવશે. આ સાથે લોક જાગૃતિ લાવવા અને સોલાર અપનાવવા માટે પ્રોત્સાહન આપવા માટે પ્રચાર સામગ્રી અને ઝુંબેશનું આયોજન કરશે. જેમાં DISCOMs, વિકાસકર્તાઓ, સ્વ-સહાય જૂથો અને અન્ય સંસ્થાઓ સાથે મળીને નિર્ધારિત લક્ષ્યાંક સુધી પહોંચવા માટે કામ કરશે.
આ પહેલ ગુજરાતમાં પુનઃપ્રાપ્ય ઉર્જાના ભવિષ્ય તરફ એક મોટું પગલું છે. રાજ્ય સરકાર PM-સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજનાના સફળ અમલીકરણ થઈ રહ્યું છે ત્યારે GETRI દ્વારા હાથ ધરવામાં આવતી ક્ષમતા નિર્માણ પ્રવૃત્તિઓ આ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આ પણ વાંચોઃ આણંદમાં ખનીજ માફિયાઓ પર તંત્રએ બોલાવી તવાઈ, બે મહિનામાં ૧૩ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો












