આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

જાણો ભારતનો ઇઝરાયેલ-ઇરાન સાથે કેવો છે વેપાર, યુદ્ધની શું પડી શકે છે અસર

નવી દિલ્હી, 21 જૂન, 2025: ઇઝરાયેલ-ઇરાનમાં જારી તણાવની ભારતીય કંપનીઓના વૈશ્વિક વેપાર પર ખાસ અસર પડી નથી. જોકે સ્થિતિ વધુ વણસવાને પગલે બાસમતી ચોખા, ખાતર, ડાયમંડ અને વીજલી ડિવાઇસ જેવા ક્ષેત્રોમાં વેપાર પર અસર પડી શકે છે. ક્રિલીસલ રેટિંગ્સના રિપોર્ટના અનુસાર ભારતના કુલ વેપાર (આયાત-નિકાસ)માં ઇઝરાયેલ અને ઇરાનની હિસ્સેદારી એક ટકાથી પણ ઓછી હોવાથી ભારતીય કંપનીઓને ખાસ અસર થશે નહી. તેથી પ્રવર્તમાન યુદ્ધની ભારતના વેપાર મોટી અસર દેખાઇ રહી નથી. પરંતુ તણાવમાં કોઇ પણ પ્રકારની વૃદ્ધિ ઉર્જા સપ્લાય શ્રૃંખલાઓને અવરોધવાની સાથે ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો કરી શકે છે. જો ક્રૂડન કિંમત લાંબા ગાળા સુધી ઊંચા રહેશે તો ભારતીય કંપનીઓના નફા પર અસર થઇ શકે છે.

નોંધનીય છે કે છેલ્લા એક સપ્તાહમાં બ્રેન્ટ ક્રૂડ મોંઘુ થઈને બેરલદીઠ 73-76 ડોલર પર પહોંચી ગયું છે, જે એપ્રિલ-મે, 2025માં બેરલદીઠ 65 ડોલના ભાવ કરતા વધુ છે. ભારત ઈરાનને બાસમતી ચોખા અને ઇઝરાયલમાં ખાતર, ડાયમંડ અને ઇલેક્ટ્રિકલ સાધનોની નિકાસ કરે છે.

ભારતનો બંને દેશો સાથેનો વેપાર અને અસર

બાસમતી ચોખા: વર્ષ 2024-25માં ભારતના કુલ બાસમતી ચોખાના નિકાસમાં ઇઝરાયલ અને ઈરાનનો હિસ્સો 14 ટકા હતો. બાસમતી ચોખા એક મુખ્ય અનાજ હોવાથી, બંને દેશો વચ્ચેના તણાવને કારણે તેની માંગ પર મર્યાદિત અસર થવાની ધારણા છે. જોકે, લાંબા સમય સુધી કટોકટી રહેવાથી આ દેશો તરફથી ચૂકવણીમાં વિલંબ થઈ શકે છે, જે કાર્યકારી મૂડીને અસર કરી શકે છે.

ડાયમંડ: ઇઝરાયલ સ્થાનિક ડાયમંડ પોલિશર્સ માટે એક મુખ્ય વેપાર કેન્દ્ર છે, જે 2024-25માં ડાયમંડની નિકાસમાં 4 ટકા હિસ્સો ધરાવે છે. પોલિશર્સ પાસે બેલ્જિયમ અને યુએઈ જેવા વૈકલ્પિક કેન્દ્રો પણ છે, જેના અંતિમ ખરીદદારો યુએસ-યુરોપ છે, જે આ ક્ષેત્ર પરની પ્રતિકૂળ અસરને નિયંત્રિત કરવામાં મદદ કરશે.

ખાતર: ઇઝરાયલ મ્યુરેટ ઓફ પોટાશ (MOP)નું મુખ્ય વૈશ્વિક ઉત્પાદક છે, જે 2024-25માં ભારતના સૌથી મોટા નિકાસકારોમાંનું એક હતું. જો કે, સ્થાનિક ખાતર વપરાશમાં MOPનો હિસ્સો 10 ટકાથી ઓછો હતો. અન્ય દેશોમાંથી MOP મેળવવાની ભારતની ક્ષમતા પણ પુરવઠાના જોખમોને ઘટાડે છે અને આ ક્ષેત્ર પરની અસરને મર્યાદિત કરશે.

આ પણ વાંચોઃ જુલાઈમાં સૂર્ય, મંગળ, શનિ સહિત અનેક મોટા ગ્રહો રાશિ બદલશે, આ લોકો પર થશે અસર

Back to top button