ખુદને બ્લેક બ્રેડ પિટ ગણાવતા આ ક્રિકેટરે 500થી વધુ મહિલાઓ સાથે બાંધ્યો હતો સંબંધ

નવી દિલ્હી, તા. 11 જૂન, 2025: વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ઝડપી બોલર ટીનો બેસ્ટે તેની આત્મકથામાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જે હાલમાં ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. બેસ્ટે પોતાની આત્મકથા માઈન્ડ ધ વિન્ડોઝ: માય સ્ટોરીમાં પોતાના કરિયર અને પર્સનલ લાઈફ વિશે ઘણી વાતો કહી છે. બેસ્ટે સ્વીકાર્યું છે કે તેમનો પહેલો પ્રેમ મેલિસા હતી પરંતુ તેના સંબંધો પછી બરાબર રહ્યા નહીં અને અમે બંને અલગ થઈ ગયા. મેલિસાથી અલગ થયા પછી તે પોતાને પ્લેબોય બનાવી લીધો હતો. તેમણે પુસ્તકમાં એ પણ જણાવ્યું છે કે તેમના 500થી વધુ મહિલાઓ સાથે સંબંધ રહ્યા છે, આ જ કારણ છે કે તે પોતાને ‘બ્લેક બ્રેડ પિટ’ કહેતા હતા. પોતાની પુસ્તકમાં તેમણે એ પણ લખ્યું છે કે ભલે તેમણે પોતાને પ્લેબોય બનાવી લીધો હતો પરંતુ તેનો તેમના કરિયર પર અસર થવા દીધી નહોતી. તે પોતાના ક્રિકેટ કરિયર માટે ઘણી મહેનત પણ કરતો હતો.
ઓસ્ટ્રેલિયાની મહિલાઓને સૌથી સુંદર ગણાવી
બેસ્ટે પોતાની આત્મકથામાં ઓસ્ટ્રેલિયાની મહિલાઓ સૌથી સુંદર ગણાવી હતી. તેમણે દુનિયાભરની મહિલાઓ સાથે પોતાના સંબંધ બનાવ્યા પરંતુ ઓસ્ટ્રેલિયાની મહિલાઓ તેમને સૌથી વધુ સુંદર લાગતી હતી. બેસ્ટે કહ્યું છે કે દુનિયામાં સૌથી સુંદર મહિલાઓ ઓસ્ટ્રેલિયાની છે. તેઓ અદ્ભુત છે અને ફિટનેસ પર ખૂબ ધ્યાન આપે છે.

જુલાઈ 2005માં શ્રીલંકા સામે કેન્ડીમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ત્રણ ખતરનાક બીમર ફેંકવા બદલ બેસ્ટ પર કુલ મેચ ફીના 50 ટકાનો દંડ લાદવામાં આવ્યો હતો.
નંબર 11 પર રમી હતી રેકોર્ડતોડ ઇનિંગ્સ
વર્ષ 2012માં એજબેસ્ટનમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં 11મા નંબર પર બેટિંગ કરતા બેસ્ટએ 95 રનની આકર્ષક ઇનિંગ રમીને ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. આ ટેસ્ટ ક્રિકેટમાં નંબર 11 પર કોઈ પણ બેટ્સમેન દ્વારા રમાયેલી બીજી સૌથી મોટી ઇનિંગ્સનો વર્લ્ડ રેકોર્ડ છે. ટીનો બેસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની છેલ્લી મેચ જાન્યુઆરી 2014માં ન્યૂઝીલેન્ડ સામે વેલિંગ્ટનમાં રમી હતી. ટીનો બેસ્ટ વેસ્ટ ઇન્ડીઝ માટે 25 ટેસ્ટ મેચ રમ્યા અને 57 વિકેટ ઝડપી હતી. વનડેમાં, બેસ્ટે 26 મેચ રમી હતી અને કુલ 34 વિકેટ ઝડપી હતી.












