ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં ફરી પાણી છોડાયું, લોકોને સાવચેત રહેવા સૂચના

  • સાબરમતી નદી પરના ધરોઈ ડેમમાં પાણીની આવક વધી
  • હાલ ધરોઈ ડેમનું જળસ્તર 188.68 મીટરે પહોંચ્યું છે
  • નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના

ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદને પગલે નદીઓ, તળાવો અને જળાશયો છલકાઈ ગયા છે, જેના કારણે સાબરમતી નદી પરના ધરોઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે.

હાલ ધરોઈ ડેમનું જળસ્તર 188.68 મીટરે પહોંચ્યું છે

હાલ ધરોઈ ડેમનું જળસ્તર 188.68 મીટરે પહોંચ્યું છે. ત્યારે ધરોઈ ડેમમાંથી 10,7248 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. આ પાણીનો જથ્થો અંદાજીત 10થી 12 કલાક બાદ સુભાષ બ્રિજ પહોંચી શકે છે. જેને લઈને ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગાંધીનગરના સંત સરોવરમાંથી 27282 ક્યુસેક પાણી અને વાસણા બેરેજમાંથી 30,836 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે.

નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના

હાલ સાબરમતી નદીની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત અધિકારીઓને સાવધ રહેવા તેમજ સલામતીના યોગ્ય પગલાં લેવા સૂચના અપાઈ છે. ઉલ્લેખનીય છે કે, વરસાદી પાણીની આવકથી મોટા ભાગના ડેમ છલોછલ થયા છે.

સંત સરોવર ડેમના તમામ 21 દરવાજા ખોલાયા

ગાંધીનગરના સંત સરોવર ડેમમાં નવા નીરની આવક થતાં તમામ 21 દરવાજા ખોલવા પડ્યા છે. સંત સરોવર ડેમમાં 66,215 ક્યુસેક જેટલા પાણીની આવક થતાં સપાટી 52.45 મીટર સુધી પહોંચી છે. જેના કારણે સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે.

આ પણ વાંચો: ગેમિંગ એપ્લિકેશન ઉપર લાગુ નવા નિયમોની ગુજરાતના બુકીઓમાં જાણો શું થઇ રહી છે ચર્ચા 

Back to top button