ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

માફ કરશો, જ્યારે અમે અહીં કોર્ટમાં બેસીએ, ત્યારે અમારો ધર્મ અમે ભૂલી જઈએ છીએ: ચીફ જસ્ટિસ ઓફ ઈંડિયા

નવી દિલ્હી, 17 એપ્રિલ 2025: વક્ફ સંશોધન કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં બુધવારે બે કલાક સુનાવણી થઈ હતી. આ કાયદા વિરુદ્ધ 70થી વધારે અરજીઓ આવી છે. સુપ્રીમ કોર્ટે આ અરજીઓ પર કેન્દ્ર સરકાર પાસેથી જવાબો માગ્યા છે. કેન્દ્રને 2 અઠવાડીયાની અંદર જવાબ દાખલ કરવો પડશે. તેની સાથે જ સુપ્રીમ કોર્ટે વક્ફ કાયદાના વિરોધમાં દેશભરમાં થઈ રહેલી હિંસા પર ચિંતા વ્યક્ત કરી છે.

સુપ્રીમ કોર્ટે બુધવારે વક્ફ બોર્ડમાં બિન મુસ્લિમોને સામેલ કરવાના સમર્થનમાં કેન્દ્ર દ્વારા રજૂ કરવામાં એ દલીલો પર એક તર્ક એવો પણ આવ્યો હતો કે, હિન્દુ જજોની બેન્ચને વક્ફ સંબંધિત અરજીઓની સુનાવણી ન કરવી જોઈએ. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વાનાથનની બેન્ચ વક્ફ અધિનિયમ 2025ની એ જોગવાઈઓ પર સવાલ કરી રહી હતી, જે કેન્દ્રીય વક્ફ પરિષદ અને રાજ્ય વક્ફ બોર્ડમાં બિન મુસ્લિમ સભ્યોની નિયુક્તિને મંજૂરી આપે છે.

શું બોલ્યા ચીફ જસ્ટિસ

ચીફ જસ્ટિસે કહ્યું કે, શું તમે એવા સૂચન આપી રહ્યા છો કો મુસ્લિમો સહિત અલ્પસંખ્યકોને પણ હિન્દુ ધાર્મિક સંસ્થાના મેનેજમેન્ટ બોર્ડમાં સામેલ કરવા જોઈએ? મહેરબાની કરીને ખુલીને જણાવો. આ મામલામાં કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ જોગવાઈઓનો બચાવ કરતા ભાર આપ્યો કે બિન મુસ્લિમ સભ્યોને સામેલ કરવાનું મર્યાદિત છે અને આ એકમોની મુખ્ય રીતે મુસ્લિમ સંરચનાને પ્રભાવિત નહીં કરે. મેહતાએ એવો પણ દાવો કરતા કહ્યું કે બિન મુસ્લિમ ભાગીદારી પર વાંધો તાર્કિક રીતે ન્યાયિક નિષ્પક્ષતા સુધી વિસ્તારિત હોય શકે છે અને તે તર્કથી, બેન્ચ સ્વયં મામલાની સુનાવણી કરવાથી અયોગ્ય થઈ જશે.

‘માફ કરશો શ્રી મહેતા, અમે ફક્ત…’

મહેતાએ કહ્યું કે જો વૈધાનિક બોર્ડમાં બિન-મુસ્લિમોની હાજરી સામેનો વાંધો સ્વીકારવામાં આવે તો વર્તમાન બેન્ચ પણ કેસની સુનાવણી કરી શકશે નહીં. તેમણે કહ્યું, “તો પછી જો આપણે તે તર્ક પ્રમાણે ચાલીએ, તો માનનીય (હાલની બેન્ચના ન્યાયાધીશો) આ કેસ સાંભળી શકશે નહીં.” આના પર ચીફ જસ્ટિસે કહ્યું, “ના, માફ કરશો શ્રી મહેતા, અમે ફક્ત ન્યાયિક નિર્ણય વિશે વાત નથી કરી રહ્યા. જ્યારે આપણે અહીં બેસીએ છીએ, ત્યારે આપણે હવે કોઈ ધર્મના અનુયાયીઓ નથી. આપણે સંપૂર્ણપણે બિનસાંપ્રદાયિક છીએ. આપણા માટે, એક કે બીજો પક્ષ સમાન છે.”

સુપ્રીમ કોર્ટ આજે વચગાળાનો આદેશ આપી શકે છે

તે જ સમયે, અહીં ઉલ્લેખનિય છે કે, વકફ એક્ટ પર સુપ્રીમ કોર્ટમાં આજે સતત બીજા દિવસે પણ સુનાવણી ચાલુ રહેશે. આજે સુપ્રીમ કોર્ટ આ મામલે વચગાળાનો આદેશ જારી કરી શકે છે. સુપ્રીમ કોર્ટ વકફ મિલકતોને ડી-નોટિફાઇ કરવા, કલેક્ટરની તપાસ દરમિયાન નવી જોગવાઈઓ લાગૂ ન કરવા અને વકફ બોર્ડ સાથે કાઉન્સિલમાં બિન-મુસ્લિમોના પ્રવેશ અંગે આ વચગાળાનો આદેશ પસાર કરશે.

આ પણ વાંચો: માતા-પિતાની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરનારા છોકરા-છોકરીઓને મોટો ઝટકો, આવા કેસમાં પોલીસ પણ મદદ નહીં કરે

Back to top button