ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

બપોરે 12 વાગ્યા પછી શાળા ચાલુ નહિ રાખવાના સરકારી આદેશનું રાજકોટમાં ઉલ્લંઘન

HD ન્યુઝ ડેસ્ક, 17 એપ્રિલ, 2025: ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને કેટલાંક જિલ્લામાં હિટવેવ પણ શરુ થઈ છે. અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો છે ત્યારે સ્કૂલોમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે અમદાવાદ શહેર DEO દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો. બપોરે 12 વાગ્યા બાદ કોઈ પણ સ્કૂલ ચાલી નહીં શકે. વિધાર્થીઓ માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો પરંતુ તેમ છતા કેટલીક શાળાઓ બપોરે 1 વાગ્યા બાદ પણ ધમધમતી હોવાનું સામે આવ્યું હતું.

વધતી જતી ગરમીને લઈને સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો હેરાન ન થાય તે માટે સ્કૂલના સમયને લઈને ફેરફાર કરવામાં આવ્યો હતો. અમદાવાદની કોઈ પણ સ્કૂલ બપોરે 12 વાગ્યા બાદ ચાલુ નહીં રાખવા માટે સૂચના આપવામાં આવી છે. 2 વાગ્યા બાદ સ્કૂલ ચાલુ હોય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી તરફ રાજકોટની શાળાઓમાં તો 8મી એપ્રિલથી જ સવારનો સમય કરવાનો આદેશ કરાયો છે. તેમ છતા પણ સરકારી આદેશનું રાજકોટમાં ઉલ્લંઘન થઈ રહ્યું છે. શાળાઓ બપોરે 1 વાગ્યા બાદ પણ ધમધમતી હોવાનું સામે આવ્યું હતું. શાળાના પ્રિન્સિપાલને સવાલ કર્યો તો તેઓ લૂલો બચાવ કરતા નજરે પડ્યા હતા.

અગાઉ શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સ્કૂલો માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.અમદાવાદમાં પણ આ નિયમનું પાલન થાય તે માટે તમામ સ્કૂલોને 12 વાગ્યા સુધી જ સ્કૂલ ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે.12 વાગ્યા બાદ કોઈપણ સ્કૂલ ચાલુ હશે તો તેની સામે તપાસ કરવામાં આવશે.આવતીકાલથી DEO કચેરીની ટીમ ફિલ્ડમાં આ અંગે તપાસ પણ કરશે.

રાજકોટ શહેરમાં 43 ડિગ્રી તાપમાન વચ્ચે પણ વિદ્યાર્થીઓને શાળામાં મોડે સુધી રોકવામાં આવે છે જિલ્લા કલેકટર અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ઉનાળામાં આકરા તાપને ધ્યાનમાં રાખીને શાળાઓનો સમય સવારે 7 થી 11 રાખવાનો પરિપત્ર કરવામાં આવ્યો છે પરંતુ આજે જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવી ત્યારે સામે આવ્યું કે કેટલીક શાળાઓ વિદ્યાર્થીઓને બપોરે 11 વાગ્યાની બદલે છેક 1:00 વાગ્યે છોડે છે જેને લીધે વાલીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો..ભાવનગર: ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંક ભરતીમાં ગેરરીતિ થયાનો ગંભીર આક્ષેપ: કડક તપાસ માટે માંગ કરાઈ

Back to top button