ViRosh Wedding: રશ્મિકાએ લગ્નમાં પહેરી ખાસ સાડી, વિજયના આઉટફીટમાં હતી ખાસ ડિટેઇલ, ડિઝાઇનરે કર્યો ખુલાસો

નવી દિલ્હીઃ 27 ફેબ્રુઆરી, 2026: ViRosh Wedding: ટોલીવુડ અને બોલિવુડના ફેવરિટ કપલ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના હવે સત્તાવાર રીતે પતિ-પત્ની બની ગયા છે. 26 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં આ કપલે અત્યંત શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. સોશિયલ મીડિયા પર તેમના વેડિંગ લુક્સની તસવીરો 21 મિલિયનથી વધુ લાઈક્સ મેળવીને વાયરલ થઈ રહી છે.
ખાસ હૈદરાબાદી થીમ પર રશ્મિકાનો લુક
ડિઝાઈનર અનામિકા ખન્નાએ રશ્મિકાના આઉટફિટ વિશે વિગતો શેર કરતા જણાવ્યું હતું કે, રશ્મિકાના દુપટ્ટા પર હૈદરાબાદના ઐતિહાસિક સ્થાપત્ય અને હેરિટેજથી પ્રેરિત ‘ટેમ્પલ-હાઉસ મોટિફ્સ’ (મંદિર અને ઘરની આકૃતિઓ)નું કતારબદ્ધ એમ્બ્રોઈડરી કામ કરવામાં આવ્યું હતું. મિનિમલ મેકઅપ, ન્યૂડ લિપ્સ અને માથામાં મોગરાના ફૂલો સાથે રશ્મિકા અત્યંત સુંદર દેખાતી હતી.
વિજય દેવરકોંડાનો પ્રભાવી લુક
વરરાજા વિજયે આઈવરી કલરની ધોતી સાથે લાલ રંગનું ‘વર્મિલિયન અંગવસ્ત્રમ’ ધારણ કર્યું હતું. તેના આઉટફિટમાં જંગલ અને મંદિરની થીમ પર આધારિત બારીક એમ્બ્રોઈડરી કરવામાં આવી હતી. આ લુક માટે ડિઝાઈનરે ઘણી રિસર્ચ કરી હતી જેથી તે વિજયના વ્યક્તિત્વને અનુરૂપ લાગે.
દાગીનાએ ખેંચ્યું સૌનું ધ્યાન
લગ્નમાં કપડાં કરતા પણ વધુ તેમના સોનાના ઘરેણાં ચર્ચામાં રહ્યા હતા:
- રશ્મિકા: અનેક સ્તરો ધરાવતો ગોલ્ડ નેકલેસ, બાજુબંધ, માથાપટ્ટી અને ઝુમકા પહેર્યા હતા.
- વિજય: વિજયે પણ ભારે ગોલ્ડ જ્વેલરી પહેરી હતી, જેમાં લેયર્ડ હાર, કફ્સ, બાજુબંધ, કમરબંધ અને પગમાં સોનાના કડા (એન્કલેટ) નો સમાવેશ થાય છે.
પરંપરાઓનો સંગમ
વિજય અને રશ્મિકા પ્રથમવાર ફિલ્મ ‘ગીતા ગોવિંદમ’ ના સેટ પર મળ્યા હતા. ૨૬ ફેબ્રુઆરીની સવારે પરંપરાગત તેલુગુ વિધિ મુજબ લગ્ન થયા હતા, જ્યારે સાંજે રશ્મિકાના વતન કર્ણાટકની કોડવા (Kodava) પરંપરાને માન આપીને બીજી વિધિ કરવામાં આવી હતી. મનોરંજન જગતની અનેક હસ્તીઓએ સોશિયલ મીડિયા દ્વારા આ નવદંપતીને અભિનંદન પાઠવ્યા છે.












